ભુજ: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયુ છે. ત્યારે સમગ્ર ગુજરાતનું પરિણામ ૫૫.૫૫% આવ્યું છે. જ્યારે કચ્છ જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૭.૩૯% આવેલું છે. કચ્છ જીલ્લામાં માત્ર ૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૨૯૨ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં કચ્છનું ત્રીજો નંબર આવેલો છે. સાથોસાથ પરિણામે ૧.૬૮% નો વધારો આવેલું છે.A1 ગ્રેડ મેળવનારાં ૭ વિદ્યાર્થીઓમાંથી 3 વિધાર્થીઓ ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલનાં છે. જ્યારે, એક-એક વિદ્યાર્થીએ ભુજની મુસ્લિમ એજ્યુકેશન, માતૃછાયા અને આર.ડી.વરસાણી હાઈસ્કુલના હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવાયું છે. કચ્છ જિલ્લામાં સૌથી ઊંચું દર ૮૪.૮૪% પરિણામ માંડવી કેન્દ્રનું આવેલું છે. સૌથી નીચું દર
૬૨.૦૮% પરિણામ રાપર કેન્દ્રનું આવેલું છે.

સાથોસાથ માતૃછાયા કન્યા વિદ્યાલય ૧૦૦% રિઝલ્ટ આવ્યું છે. શેઠ વી.ડી.હાઇસ્કૂલમાં A2 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ આવેલા છે.

કચ્છ જિલ્લામાં કુલ ૧૩૧૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી ૧૨૯૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમાંથી A1 ગ્રેડમાં ૭ વિદ્યાર્થીઓ , A2 ગ્રેડમાં ૨૯૨ વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં ૧૧૪૪ વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં ૨૧૩૬ વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં ૨૬૯૯ વિધાર્થીઓ, C2 ગ્રેડમાં ૧૭૩૩ વિદ્યાર્થીઓ, D ગ્રેડમાં ૭૦૦ વિદ્યાર્થીઓ, E1 ગ્રેડમાં ૧ વિદ્યાર્થીઓ મેળવવા છે. ૪૪૭૯ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે.

*કચ્છ જિલ્લાનું કેન્દ્રદીઠ પરીણામ*
👉🏻 ભુજ કેન્દ્રનું કુલ પરિણામ ૮૨.૭૮%
👉🏻 માંડવી કેન્દ્રનું કુલ પરિણામ ૮૪.૮૪%
👉🏻 મુંદરા કેન્દ્રનું કુલ પરિણામ ૮૪.૬૨%
👉🏻 પાન્ધ્રો કેન્દ્રનું કુલ પરિણામ ૮૪.૪૦%
👉🏻 ગાંધીધામ કેન્દ્રનું કુલ પરિણામ ૮૨.૯૨%
👉🏻 નલિયા કેન્દ્રનું કુલ પરિણામ ૮૨.૨૪%
👉🏻 આદિપુર કેન્દ્રનું કુલ પરિણામ ૮૧.૯૩%
👉🏻 નખત્રાણા કેન્દ્રનું કુલ પરિણામ ૭૮.૬૨%
👉🏻 અંજાર કેન્દ્રનું કુલ પરિણામ ૭૫.૬૪%
👉🏻 ભચાઉ કેન્દ્રનું કુલ પરિણામ ૭૧.૭૩%
👉🏻 રાપર કેન્દ્રનું કુલ પરિણામ ૬૨.૦૯%
👉🏻 ખાનગી અને રીપીટર વિદ્યાર્થીઓનું ભુજ અને ગાંધીધામ કુલ પરિણામ ૩૮.૭૩% , ૨૭.૨૫%
રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
૯૭૧૪૯૬૫૪૦૫જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





