ભેસ્તાન ચોકડી પાસે મોપેડમાંથી રૂ.૬૦ હજારનો દારૂ ઝડપાયો

0
306

મોપેડમાં છૂપાવેલી ૭૨૦ બોટલો પોલીસે કબજે કરી
સુરત
ડીંડોલી ભેસ્તાન આવાસ ચોકી પાસે નંબર વગરની એક્ટીવાને રોકી તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની દારૂની ૭૨૦ નંગ બોટલો કિંમત રૂ.૬૦ હજાર તથા એક્ટીવા વાહન મળી કુલ રૂ.૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગૌડા જિલ્લાના વતની અને હાલમાં ઉધના સંજય નગર ઝુંપડપટ્ટીમાં રહેતાં બ્રિજેશ શર્મા તથા બદ્રી વિશાલ પાંડે વગેરેઅો એક્ટીવા વાહનમાં દમણ બનાવટની વ્હીસ્કી નંગ ૨૮૮, ગ્રેન વ્હીસ્કી ૩૮૪ તથા ૪૮ નંગ બિયરના ટીન લઈને ભેસ્તાન ચોકી પાસેથી પસાર થતા હતા. ત્યારે પોલીસે તેમને રોકી તપાસ કરતા ૬૦ હજારનો મુદ્દામાલ તથા ૬૩ હજારની એક્ટીવા કબજે કરી બે બુટલેગરો સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY