બળાત્કારી તાંત્રિક બાપુની બે સ્વીફ્ટ મોટર કાર કબજે કરતી પોલીસ

0
17

પુરાવા એકત્ર કરવા પોલીસ સાપુતારાના વૈશાલી ગેસ્ટ હાઉસમાં પહોચી
સુરત, તા.૨૮
બીલીમોરાના તાંત્રિકના બળાત્કાર પ્રકરણમાં પોલીસે આરોપી શૈલેષ નાયકા પાસેથી બે સિફ્ટ કાર કબજે કરી હતી. પીડિતાને આ સ્વીફ્ટ કારમાં સાપુતારા ખાતેના વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવતો હતો. આરોપી તાંત્રિક શનિવાર સુધી પોલીસ રિમાંડ પર છે. તેવું તપાસ કરતા અધિકારી રાઠોડે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીલીમોરાના અોરિયા મોરિયા વિસ્તારના રહેવાસી અને પોતાને તાંત્રિક કહેવડાવતો ૩૫ વર્ષનો શૈલેષ નાયકા તાંત્રિક વીધીના બહાને અવર નવર યુવતીઅોને બોલાવી પોતાની હવસનો શિકાર બનાવતો હતો. ચીખલી તાલુકાની રહેવાસી અને બ્યુટીપાર્લર ચલાવતી ૨૧ વર્ષની યુવતી સાથે પણ તેણે બળાત્કાર ગુજાર્યો હતો અને આવા ચારેક વીડિયો વાયરલ થતા બીલીમોરા પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપી અને તાંત્રિક શૈલેષ નાયકા તથા વીડિયો વાયરલ કરનાર આકાશ જયેશભાઈ પટેલ સામે બળાત્કારનો ગુનો નોîધ્યો હતો. પોલીસ મથકના પીઆઈ રાઠોડે તાંત્રિકની ધરપકડ કરી શનિવાર સુધીના રિમાંડ મેળવ્યા હતા. આ રિમાંડ દરમિયાન પોલીસે બે સ્વીફ્ટ કાર કબજે કરી હતી. આ કારમાં તાંત્રિક પીડિતાને સાપુતારાના વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY