ગુરુ બ્રહ્મણ સમાજ વોટ્સએપ ગ્રૂપ દવરા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

0
345

ગતરોજ અમદાવાદ ના *ચાંદખેડા* મધ્યે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના GGBS – 01 whatsApp Groupના મિત્રો દ્રારા આયોજિત વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ ના પ્રમુખશ્રી એવાં ભાજપા – ગુજરાત પ્રદેશ (અ.જા.) મોરચાના મહામંત્રીશ્રી અને ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના – ગુજરાત સરકારના માન.ચેરમેનશ્રી *ગૌતમભાઈ ગેડીયા* ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો, શ્રી ગેડીયા એ આ અંત્યોદય સમાજ ના વિધાર્થીઓ માટેના શૈક્ષણિક રીતે મદદરુપ થતાં આવા કાર્યક્રમના આયોજન બદલ ગ્રુપના એડમિન’સ્ & સભ્યો ને અભિનંદન પાઠવીને વિધાર્થીઓને વિવિધ પ્રેરક ઉદાહરણ દ્રારા શિક્ષણનું મૂલ્ય શું છે એ સમજાવીને ગુરુ બ્રાહ્મણ સમાજના ૧૦૦૦ જરુરિયાતમંદ વિધાર્થીઓના લક્ષ્યાંક સિધ્ધ કરતા ચોપડાં/પુસ્તકોનું વિતરણ કર્યું હતું, આ કાર્યક્રમમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના મહામંત્રીશ્રી જે.વી.શ્રીમાળી, ખજાનચીશ્રી ભગવતીભાઈ શ્રીગોડ, માહિતી નિયામકશ્રી ભાનુભાઈ દવે (નિ), ગુ.ગુ.બ્રાહ્મણ સમાજ અમદાવાદ જિલ્લા ઘટકના પ્રમુખશ્રી સી.એન.જોષી, પાટણ થી શ્રી હરેશભાઈ કરેલિયા, શ્રી શશિવદનભાઈ શ્રીમાળી, સમાજ સાગર સાપ્તાહિકના તંત્રીશ્રી પ્રવિણભાઈ જોષી, સમાજ ગૌરવ લોકગાયિકા શ્રીમતિ ઈન્દિરાબેન શ્રીમાળી, પ.પૂ.સુખાનંદબાપુ, ગ્રુપના એડમીનશ્રી હર્ષદભાઈ પંડ્યા, શ્રી અલ્પેશભાઈ પંડયા અને GGBS_01 ગ્રુપના તમામ સભ્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ મુખ્યદાતાશ્રી ગિરીશભાઈ શ્રીગોડ તથા શ્રી ગૌતમભાઈ ગેડીયા એ પૂરું પાડ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY