જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતાં બે ઇસમને રોકડ મળી કુલ રૂ.૧૪,૮૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

0
12

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

આજરોજ ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં માણસો ગારીયાધાર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન આશ્રમ રોડ દરવાજે,લાતીબજાર તરફ જતાં રોડનાં નાંકે આવતાં
પો.કો. ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકિકત મળેલ કે, ગોપાલભાઇ ઘનશ્યામભાઇ ગોંડલીયા રહે.કૈલાશનગર, ગારીયાધારવાળા ગારીયાધાર, લાતીબજાર, વડલાનાં ઓટા પાસે ઉભા રહી જાહેરમાં વરલી મટકા નાં આંકડા લખી જુગાર રમી રમાડે છે. તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં કાગળની ચીઠ્ઠીમાં પેન વડે વરલી મટકાનાં આંકડા લખતાં _ગોપાલભાઇ ઘનશ્યામભાઇ ગોંડલીયા ઉ.વ.૩૧ રહે.નવા વિરડી રોડ, કૈલાશનગર, બાપા સીતારામ આશ્રમ પાસે, ગારીયાધારવાળા બોલપેન, વરલી મટકાનાં આંકડા લખેલ ચીઠ્ઠી નંગ-૧૬, મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડા રૂ.૧૧,૦૦૦/- સાથે તથા વરલી મટકાનાં આંકડા લખાવવા માટે આવેલ રાજુભાઇ વાસુરભાઇ વાઘોશી ઉ.વ.૨૫ રહે.ફુલવાડી, પચ્છેગામ રોડ,ગારીયાધારવાળા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૨,૩૫૦/- સાથે મળી આવેલ.જે રોકડ રકમ,ચીઠ્ઠીઓ, બોલપેન તથા મોબાઇલ મળી કુલ રૂ.૧૪,૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ બંનેની ધોરણસર અટકાયત કરવામાં આવેલ._ તેઓ બંને વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આમ,જાહેરમાં વરલી-મટકાનાં આંકડાનો જુગાર રમી-રમાડતાં બે ઇસમને કુલ રૂ.૧૪,૮૫૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, મહિપાલસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY