દારૂની પરમિટ રિન્યૂ કરાવવા વ્યસનમુક્તિ કેન્દ્રમાં ૧૫ દિવસ વિતાવવા પડશે..!!

0
18

અમદાવાદ,
હવે ગુજરાતમાં દારૂની પરમિટ લેવા જતા પહેલા દસ વખત વિચારવું પડશે. રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને સ્વાસ્થ્યના નામ પર દારૂની પરમિટ લેતા ધારકો પર સકંજા કસવાનું નક્કી કર્યું છે. જેના પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી ગુજરાત રાજ્યમાં ૪૨ હજાર જેટલી પરમિટ રિન્યૂ કરવામાં આવી ન હતી. હવે સરકાર દારૂની પરમિટ આપવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ નવા નિયમો મુજબ હવે પરમિટધારકને વ્યસન મુક્તિ કેન્દ્રમાં (ડીએડીક્શન સેન્ટર)માં જવાનું પણ ફરજિયાત બનાવવામાં આવશે. નવા નિયમો પ્રમાણે હવે દારૂની પરમિટ ધરાવનારે ત્રીજા રિન્યૂઅલ વખતે ૧૫ દિવસ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઇને રહેવું પડશે..
નશાબંધી ખાતાના એક અધિકારીએ જણાવ્યું કે, નિયમોમાં આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે કે જેનાથી લોકો સ્વાસ્થ્યના નામે ખોટી પરમિટ ન લે. પરમિટ તો જ રિન્યૂ થશે જા ડીએડીક્શન સેન્ટર એવું સર્ટિફિકેટ આપશે કે ધારક દારૂ વગર ખરેખર નથી રહી શકતો. આ ઉપરાંત વાર્ષિક ફીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવશે. હાલમાં વાર્ષિક ફી રૂ. એક હજાર છે જે વધારીને રૂ. પાંચ હજાર કરવામાં આવશે. આ પહેલા ફી વધારો ૧૯૯૯માં કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. ૧૦૦થી ફી વધારી રૂ. ૧૦૦૦ કરવામાં આવી હતી.
હાલમાં ડિસ્ટ્રીક્ટ સિવિલ સર્જન જ એક માત્ર આ પ્રકારની દારૂની પરમિટનું સર્ટિફિકેટ આપી શકતા હતા. આ ડોક્ટર ૧૪ બીમારીઓને ધ્યાનમાં રાખીને આ સર્ટિફિકેટ આપતા હતા. અધિકારીએ ઉમેર્યું કે, હવે અમે છ નવા ઝોન બનાવીશું જેમાં ચેકઅપ થશે. આ ઝોન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરમાં હશે. આ પ્રત્યેક ઝોનમાં ત્રણ ડોક્ટરની પેનલ નિયુક્ત કરવામાં આવશે. હવે આ પેનલ આ પ્રકારની પરમિટ આપવી કે નહીં તે નક્કી કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY