આજે સવારના ૬.૦૦ કલાકથી રાત્રિના ૧૨.૦૦ કલાક સુધી સમગ્ર ખેડા જિલ્લામાં લાગુ કરાયેલ હથિયારબંધી

0
25

આજે તા.૧૬-૦૬-૨૦૧૮ના રોજ મુસ્‍લીમ સમુદાય રમઝાન ઇદ તહેવારની ઉજવણી મુસ્‍લીમ સમુદાયની વસ્‍તી ધરાવતા તમામ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કરવામાં આવનાર હોવાથી કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તથા કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે હેતુસર ખેડા-નડિયાદના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ કે.જે.રાઠોડે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) થી મળેલ સત્તાની રૂએ સમગ્ર ખેડા જિલ્‍લાના હદવિસ્‍તારમાં આજે તા.૧૬-૦૬-૨૦૧૮ના રોજ સવારના ૬.૦૦ કલાકથી રાત્રિના ૨૪.૦૦ કલાક સુધી હથિયાર, તલવાર, ભાલા, ધોકા, છરા, લાકડી કે લાઠી સળગતી મશાલ, લાકડાની હોકી અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા પર, મનુષ્‍ય અથવા શબ તેમજ પુતળા દેખાડવા પર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સૂત્રો પુકારવા અથવા અશ્વિલ ગીતો ગાવા પર, જેનાથી સુરૂચિ અથવા નિતિનો ભંગ થાય તેવું ભાષણ કરવા, તથા તેવા ચિત્રો પ્રતિકો કે પ્‍લે કાર્ડો અથવા બીજા કોઇપણ પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવા અથવા ફેલાવો કરવા, રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવા, ચાળા પાડવા, નકલ કરવા જેવા કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

ફરજ પરના સરકારી કર્મીઓ અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને આવું કોઇપણ હથિયાર સાથે લઇ જવાનું ફરમાવ્‍યું હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની જેની ફરજ હોય તેઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY