તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી: ક્યાંક કમળ ખીલ્યું તો ક્યાંક પંજા

0
12

ગાંધીનગર,
ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને કારણે મામલો ગરમાયો છે. ગુજરાતમાં ૧૯ અને ૨૦ જૂનના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ક્યાં કોણ પ્રમુખ અને કોણ ઉપપ્રમુખ ચૂંટાયા તેની ચર્ચા ચાલી રહી છે. રાજકીય કાવાદાવા, સભ્યોની તોડજાડ તથા અન્યે યેનકેન પ્રયાસોથી જે રીતે ચૂંટણી જીતી શકાય તે પ્રયાસોમાં બંને પક્ષો લાગ્યા છે. જેને કારણે આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતની જિલ્લા રસાકસીભરી બની રહી છે.
જેતપુર તા.પં.ની ચૂંટણીને લઈને સુનાવણી થઈ. ચૂંટણી મુલતવી રાખવા HC એ ઈન્કાર કર્યો. ચીફ જસ્ટિસની ચેમ્બરમાં સુનવણી થઈ. ૫ સભ્યોને ગેરલાયક ઠેરવવા HC માં અરજી કરાઈ હતી. ત્યારે જેતપુર તાલુકા પંચાયતની આજે ચૂંટણી યોજાશે.
પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી. બીજેપીના ટેકાથી પ્રમુખ તરીકે વિનુભાઈ પ્રજાપતિની વરણી કરાઈ. કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિનુભાઈ પ્રજાપતિ BJPમાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી. કોંગ્રેસમાં પ્રમુખ પદે કલ્પના મકવાણા અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના જ કાંતી તમાલીયાની વરણી કરાઈ. BJPના પ્રમુખ માટે દક્ષા ગોહિલ, લક્ષ્મી કમેજળીયાએ ફોર્મ ભર્યા હતા. BJPના સભ્યો હાજર ન રહેતા જિ.પં.ના સભ્યોની બિનહરીફ વરણી કરાઈ.
વડોદરામાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી. ૧૯ સભ્યોના સમર્થન સાથે પ્રમુખ તરીકે પન્નાબેન ભટ્ટ ચૂંટાયા છે.
મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં બળવો જાવા મળ્યો. કોંગ્રેસના ૧૬ સભ્યોએ સભાખંડમાં વ્હીપ સ્વીકારવા ઈનકાર કર્યો. તેઓ ભાજપ તરફી મતદાન કરી શકે તેવી શક્યતા છે. પક્ષે અત્યાર સુધી સંપર્ક ન કર્યો હોવાથી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા પાસેથી ૧૬ સભ્યોએ વહીપ ઈન્કાર લેવા કર્યો ઇનકાર
ચૂંટણીના રસાકસીભર્યા માહોલ વચ્ચે જામજાધપુર તા.પં.ના મહિલા પ્રમુખ પ્રતિભા કાલરિયા સામે ફરિયાદ થઈ. મંછાબેન અને ગોવિંદ વારંગીયાએ રાજીનામું ન આપ્યાનો ઘટસ્ફોટ કરાયો. તેમજ ખોટું રાજીનામું બનાવી સભ્યોની સહી કરાવી હોવાના આરોપ કરાયો છે. પ્રતિભાબેન કલારિયા ધારાસભ્ય ચિરાગ કાલરિયાના માતા છે. ત્યારે પ્રમુખ પ્રતિભાબેન સામે ફરિયાદ થતા રાજકારણ ગરમાયું છે.
પારડી તા.પં.ના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ જાવા મળ્યો. પારડી તા.પં.માં ૧૧ BJP, ૧૦ કોંગ્રેસના સભ્યો છે. જેમાં કોંગ્રેસના એક સભ્ય વૈશાલીબેને મહિના અગાઉ રાજીનામુ આપતા વોટ ન કરવા ઓર્ડર કરાયો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ પાસેથી પારડી તાલુકા પંચાયત છીનવી શકે તેવી શક્યતા છે.
જામનગરના લાલપુરમાં તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને બંને પક્ષોમાં ખરાખરીનો જંગ જાવા મળ્યો. લાલપુર તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસની સત્તા છે, પરંતુ ભાજપના સત્તા મેળવવા હવાતિયા મારી છે. આ વચ્ચે કોંગ્રેસના ૪ સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લાલપુરમાં કોંગ્રેસના ૧૨, BJPના ૬ સભ્યો મળીને કુલ ૧૮ સભ્યો છે.
સુરત જિલ્લા પંચાયતમાં વફાદારીની જીત થઈ. BJPના પ્રીતિ પટેલ સુરત જિ.પં. પ્રમુખ બનશે. કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નહીં હોવાથી પ્રીતિ પટેલ બિનહરીફ બન્યા. સામાન્ય સભામાં વિધિવત પ્રમુખ પદ સંભાળશે. BJPના હિતેન્દ્રસિંહ વાસિયાને ઉપપ્રમુખનું મેન્ડેટ
ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસના જશુ પઢીયારને ૨૦ મત, ઇન્દ્રસિંહ પરમારને ૧૪ મત મળ્યા. આમ કોંગ્રેસ-બીટીપી સત્તા સાચવવામાં સફળ રહી. ઉપ પ્રમુખ તરીકે અનિલ બીટીપીના અનિલ ભગત ચૂંટાયા
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મંગુ બહેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભરત પટેલબિન હરીફ થયા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY