સ્કૂલ વાન-રિક્ષા પૈકી અડધાથી પણ વધુનું આરટીઓમાં રજીસ્ટ્રેશન જ નહિ..?!!

0
17

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૧
અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પૈકી પ૦ ટકાથી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલ વાન તરીકે રજિસ્ટર થયાં નથી. આવાં રજિસ્ટર થયા વગરનાં અને કોઇ પણ પ્રકારનાં નિયમોનું પાલન નહીં કરતાં વાહનો સામે આરટીઓ કોઇ પગલાં લેતું નથી.
તો બીજી તરફ સ્કૂલ વાન કે રિક્ષા તરીકે જે વાહનો રજિસ્ટર થયાં છે તેઓ કોઇપણ નિયમોનું પાલન ન કરતાં હોવાનું બહાર આવ્યું છે. નીતિ નિયમોનો ભંગ કરીને ફુલ સ્પીડે દોડી અવારનવાર અકસ્માત સર્જતાં આવાં વાહનોને કારણે શાળાએ ભણવા જતાં ભૂલકાં પર ખતરો તોળાઇ રહ્યો છે.
શાળાનાં બાળકોને ઘરથી શાળા અને શાળાએથી પરત લઇ જવા લાવવા ઉપયોગમાં લેવાતી સ્કૂલ વાન, બસ, રિક્ષામાં સલામતીના માપદંડને અનુસરવામાં આવે છે કે કેમ, સલામતીના નિયમોની અમલવારી માટે કોઇ છે જ નહીં તેવું માનીને નિયમોની ઐસીકી તૈસી કરી બેરોકટોક વાહન ચલાવનારાને આરટીઓ કે ટ્રાફિક ભંગ નજીવો દંડ ફટકારીને સંતોષ માની લે છે પરંતુ શહેરમાં પ૦ ટકાથી વધુ દોડતાં આવાં વાહનો નિયમોનો ભંગ કરીને ભૂલકાંઓની જિંદગી જાખમાં મૂકી રહ્યાં છે.
આરટીઓમાં મારુતિ વાનનાં મોડલ માન્ય છે. સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં ૧ર વર્ષથી નીચેનાં બાળકોની સંખ્યા ૧ર અને તેથી વધુ વર્ષનાં હોય તેવા છ બાળકો બેસાડી શકાય, જ્યારે રિક્ષામાં ૧ર વર્ષથી નીચેનાં છ અને તેનાથી વધુ ઉંમરનાં ત્રણ બાળકો બેસાડી શકાય.
સ્કૂલ વાનચાલક કે માલિકે ઇતિહાસ ગુનાહિત છે કે કેમ તે બાબતે પોલીસ ખાતાનું પ્રમાણપત્ર સાથે રાખવું ફરજિયાત છે. ડ્રાઇવરની ફિટનેસ માટે ડોક્ટરનું સર્ટીફિકેટ અને લેખિત બાંયધરીનું સર્ટીફિકેટ પણ વાનચાલકે સાથે રાખવું ફરજિયાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY