બાળકો ઉપાડી જવાની અફવાના પગલે ટોળાએ ચાર મહિલાઓને ઢોર માર માર્યો : એકનું મોત

0
135

વાસ્તવિકતા જાણ્યા વિના ટોળું બેકાબુ બન્યું

વાડજ સર્કલ પર રિક્ષા રોકી : બાળકો ઉપાડવા આવ્યા છો તેમ કહી રિક્ષા ઊંધી વાળી મહિલાઓ પર ટોળું તૂટી પડયુ

છેલ્લા ચાર દિવસથી બાળકો ઉપાડી જતી ગેંગ સક્રીય થઇ હોવાના સોશિયલ મિડિયામાં મેસેજ વાઇરલ થયા હતા જેથી લોકોમાં ઉચાટ ફેલાઇ જવા પામ્યો હતો. આજે બપોર વાડજ સર્કલ પર રિક્ષામાં પસાર થઇ રહેલી ચાર મહિલાઓને જોઇને બાળકો ઉપાડી જતી મહિલા ગેગ હોવાની શંકા પ્રબળ બની હતી. જેને લઇને લોકોએ રિક્ષા રોકીને બાળકો ઉપાડવા આવ્યા તેમ કહીને રિક્ષા ઉંધી વાળીને ટોળાએ એટલી હદે માર માર્યો હતો કે એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાડજ પોલીસે ખૂનનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે આજે બપોરે સરદાનગરમાં ભદ્રેશ્વર ખાતે રહેતા આશુબહેન મંશીનાથ અને લીલાદેવી મોહનનાથ તેમજ શાંતાદેવલી ચુનનાથ નાથ સહિત ચાર મહિલાઓ નારણપુરા વિજ્યનગર ક્રોસીંગ પાસેથી રિક્ષા ભાડે કરીને વાડજ જઇ રહી હતી. રિક્ષા જૂના વાડજ સર્કલ પર ઉભી રાખીને મહિલાઓ નીચે ઉતરવા જતી હતી. ત્યારે ભગવા કપડા પહેરેલી મહિલાઓને જોઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને છોકરા ઉપાડવા આવ્યા છો તેમ કહીને રિક્ષાને ઘેરી લીધી હતી. ડરના માર્યા મહિલાઓ પાછી રિક્ષામા બેસી ગઇ હતી. બાળકો ઉપાડી જતી મહિલા ગેંગ પકડાઇ હોવાની અફવાના પગલે જોત જોતામાં સંખ્યાબંધ લોકો એકઠા થઇ હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ મહિલાઓને ઢોર માર માર્યો હતો, મહિલાઓ હાથ જોડીને પોલીસ બોલાવો તેવી બુમો પાડતી હતી ત્યારે ટોળાએ મહિલાઓને ઢોર માર મારતાં ત્રણ મહિલા બેહોશ થઇ ગઇ હતી. આ બનાવની જાણ થતાં વાડજ પોલીસ આવી પહોચી હતી પોલીસે બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરી કાઢ્યું હતું, અન એમ્બ્યુલન્સ બોલાવીને ચારેય મહિલાઓને સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડી હતી. જ્યાં સરવાર દરમિયાન શાંતાદેવી નાથનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાડજ પોલીસે ખૂન અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમા મહિલાઓ ભીખ માંગવા નીકળી હતી. તેમની પાસેથી રિક્ષામાં લોટ પણ મળી આવ્યો હતો. પરંતું વાસ્તિવિકતા જાણ્યા વગર બાળકો ઉપાડી જતી મહિલા ગેંગ હોવાની શંકા આધારે ટોળુ મહિલાઓ પર તૂટી પડયું હતું ઢોર માર માર્યો હતો. પોલીસ ન પહોંચી હોત તો ચારેય મહિલાનાં મોત થાત અમદાવાદ, મંગળવાર વાડજ સર્કલ પર બાળકોને ચોરતી મહિલા ગેંગ હોવાની શંકા આધારે ૫૦૦થી વધુ લોકોના ટોળાએ મહિલાઓ પર હુમલો કર્યો હતો. જો કે કન્ટ્રોલ મેસેજ આધારે પ્રથમ રાજેન્દ્રસિંહ અને કૃણાલભાઇ દોડી આવ્યા હતા લાઠી ચાર્જ કરીને ટોળાને વિખેરી કાઢ્યું હતું અને ચારેય મહિલાઓને બચાવી લીધી હતી. જો કે કમનસીબે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ભગવા કપડાં જોઇ લોકો ભડક્યા રિક્ષામાં જઇ રહેલી મહિલાઓએ ભગવાં પકડાં પહેર્યા હતા અને ગળામાં માળાઓ હોવાથી લોકો ભડકી ઉઠયા હતા અને કંઇપણ વિચાર્યા વગર બાળકો ઉપાડી જતી મહિલા ગેંગ હોવાની અફવા ફેલાતાં આ ઘટના બની હતી. મહિલાઓ હાથ જોડી આજીજી કરતી રહી ને લોકો બેરહેમીથી મારવા ફરી વળ્યા રિક્ષામાં બેઠેલી મહિલાએ હાથ જોડીને ટોળાને આજીજી કરતી હતી અને પોલીસ બોલાવો તેવી બૂમો પાડતી હતી તેમ છતાં ટોળું મહિલાઓને મારવા ફળી વળ્યું હતું. મહિલાને મારતા હતા ત્યારે લોકો વિડિયો ઉતારવા લાગ્યા અમદાવાદ,મંગળવાર ટોળું હિલાને માર મારતુ હતું ત્યારે લોકો વિડિયો ઉતારી રહ્યા હતા અને જોત જોતામાં અમદાવાદમાં બાળકો ઉપાડી જતી મહિલા ગેંગ ઝડપાઇ હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં ફરતો થયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY