પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો આગળનો ૧૦૦ મીટર ટ્રેક ધોવાઈ ગયો

0
10

જમ્મુ,તા.૩૦

ખરાબ હવામાનના કારણે અટકેલી રથયાત્રા શરૂ થઈ

જમ્મુ-કાશ્મીરમાં સતત બે દિવસ વરસાદના કારણે અમરનાથ સ્થગિત કરી દેવામાં આવી હતી. ૨૮ તારીખે શરૂ થયેલી અમરનાથ યાત્રામાં પ્રથમ દિવસે ૧૦૦૭ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. પરંતુ વરસાદના કારણે ૨૯ જૂને યાત્રા અટકાવવામાં આવી હતી. ૩૦ જૂને ખરાબ વાતાવરણના કારણે પહેલા શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર જ રોકવામાં આવ્યા હતા પરંતુ બપોરે આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘણી જગ્યાએ ભુસ્ખલનના કારણે કાલી માતા ટ્રેક ખરાબ થઈ ગયો છે. તેના કારણે બાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. ૨૮ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે પરંતુ અહીં પહેલાં જ દિવસથી વરસાદ શરૂ થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો તેની આગળનો ૧૦૦ મીટર ટ્રેક ધોવાઈ ગયો છે. આ સિવાય નાના નાના તળાવો પણ છલકાઈ ગયા છે. અમરનાથ શરૂ થઈ તેના પહેલાં દિવસથી વાતાવરણ ખરાબ હોવાથી અહીં શ્રદ્ધાળુઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં પહેલાં દિવસે માત્ર ૧૦૦૭ શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં બાબા બરફાનીના દર્શન કરી શક્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY