બે દિવસ પૂર્વે ભરૂચ શહેરમાં ત્રણ વર્ષની બાળકી સાથે એક ઈસમ દ્રારા શારીરિક અડપલાં કરનાર ઈસમ અને મંદસોર માં બનેલ બળાત્કાર ના આરોપીઓને ફાંસીની માંગ સાથે વિરોધ અને સુત્રોચાર પ્રદર્શન યોજાયા હતાં.
આજ રોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સામાજિક કાર્યકર અબ્દુલ કામથી ની આગેવાનીમાં હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકોએ એકત્રિત થઈને
હાથમાં બેનરો અને સ્લોગનો સાથે સુત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી સમગ્ર ભારત અને ગુજરાતમાં બળાત્કાર અને છેડતીના વધી રહેલ બનાવોને ડામવા આરોપીઓને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી.
જેથી કરીને સમાજ માં આવી ગંદકી ફેલાવનારામાં ભયનો માહોલ ફેલાય તે માટે દરેક ધર્મના લોકોએ એક થઈને આવા વહેશી લોકોને સમાજ માંથી ઉખાડી ફેંકવા જોઈએ તોજ લોકોમાં આવી કરવા પહેલા ભય પેદા થશે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







