રાજપીપળા:નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ગત 29મી જુલાઈના રોજ ધી નાંદોદ તાલુકા પંચાયત કર્મચારી સહકારી મંડળી લિ.વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણી માટે 6 સભ્યો સામે 14 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા.જેમાં ભારે મતદાન બાદ આરોગ્ય કર્મચારીઓની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવી હતી.છેલ્લા 25 વર્ષમાં 100% બહુમતી સાથે પ્રથમવાર આરોગ્ય ખાતાના કર્મચારીઓની પેનલનો વિજય થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું
આ ચૂંટણી માં દિપક.પી.વસાવા(જી.પં.નર્મદા), ભોગીલાલ.ડી.બારીયા(PHC નવા વાઘપુરા), વિજય.જે.પરમાર(PHC તરોપા), મિતેશ.ડી.ભટ્ટ(PHC બોરીયા), ભાવેશ.આર.વસાવા(PHC નવા વાઘપુરા), વિનોદચંદ.પી.પ્રજાપતિ(જી.પં.નર્મદા) ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તમામ ચૂંટાયેલા હોદ્દેદારો ને સૌ એ અભિનંદન પાઠવ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





