અમેરિકન બજારમાં કડાકોઃ ડાઉ જાન્સ ૨૦૧ પોઈન્ટ તૂટ્યો

0
9

વોશિંગ્ટન,તા.૫
ભારતીય શેરબજારની જેમ અમેરિકાના શેરબજારમાં પણ આજે કડાકો જાવા મળ્યો હતો. બોન્ડ યીલ્ડ વધવાથી અમેરિકન શેરબજારમાં પણ તીવ્ર ઘટાડો જાવા મળ્યો છે. ૧૦ વર્ષના યુએસ બોન્ડની યીલ્ડ સાત વર્ષની ઊંચાઇએ પહોંચી ગઇ છે.
અમેરિકામાં રોજગારના મજબૂત આંકડાથી બોન્ડ યીલ્ડ વધી છે. અમેરિકામાં બેરોજગારીનો દાવો કરનારા આંકડા ૪૯ વર્ષની સર્વાધિક નીચી સપાટીએ આવી ગયા છે. બોન્ડ યીલ્ડ વધવાના પગલે ડાઉ જાન્સમાં બે મહિનાની સૌથી નીચી સપાટી જાવા મળી હતી.
ડાઉ જાન્સ ૨૦૧ પોઇન્ટ એટલે કે ૦.૭૫ ટકાના કડાકા સાથે ૨૬,૬૨૭.૫ની સપાટી પર બંધ આવ્યો છે. નાસ્ડેક ૧૪૬ પોઇન્ટ એટલે કે ૧.૮ ટકા તૂટીને ૭,૮૭૯.૫ની સપાટીએ બંધ રહ્યો છે. એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૨૪ પોઇન્ટ એટલે કે ૦.૮ ટકા ઘટીને ૨,૯૦૧.૬ની સપાટીએ બંધ થયો છે.
અમેરિકન બજારોની જેમ એશિયાઇ બજારમાં પણ નરમાઇનો માહોલ નજરે પડે છે. જાપાનનો નિક્કી ૧૬૩ પોઇન્ટ એટલે કે ૦.૭ ટકા તૂટીને ૨૩,૮૧૩ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
હેંગસેંગ ૪૨૫ પોઇન્ટ એટલે કે ૧.૫ ટકા કરતા વધુ તૂટીને ૨૬,૬૬૮ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી ૧૩૬ પોઇન્ટ એટલે કે ૧.૨૫ ટકા ગગડીને ૧૦,૭૪૭ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
કોરિયાઇ બજારનો ઇન્ડેક્સ કોસ્પી ૧.૨૫ ટકા તૂટ્યો છે, જ્યારે સ્ટ્રેઇટસ ટાઇમ્સમાં ૦.૮ ટકાનો ઘટાડો જાવા મળી રહ્યો છે. તાઇવાન ઇન્ડેક્સ ૧૩૪ પોઇન્ટ એટલે કે ૧.૨૫ ટકા ગગડીને ૧૦,૭૩૦ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY