અમદાવાદ,તા.૧૦
ખેડા જિલ્લામાં અકસ્માતના અલગ અલગ બે બનાવમાં ચાર લોકોનાં મોત થયા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે નેશનલ હાઇવે નંબર-૮ પર એક આઇસર પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે.
ટ્ર્કની પાછળ ટ્રેલર ઘૂસી ગયું
પ્રથમ બનાવમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે. ચકલાસી પાસે આ અકસ્માત થયો હતો. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે નડિયાદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ બસ રસ્તાની બાજુમાં નીચે ઉતરી ગઈ હતી. ખેડા જિલ્લામાં થયેલા આ બંને અકસ્માત સંદર્ભે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
આઇસર પાછળ બસ ઘૂસી જતાં બેનાં મોત
બીજા એક બનાવમાં નેશનલ હાઇવે નંબર-૮ પર એક આઇસર પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં ડ્રાઇવર અને કિલનરનાં મોત થયા છે. નડિયાદની ડભાણ ચોકડી પાસે આ અકસ્માત થયો હતો. અહીં રસ્તાની બાજુમાં ઉભા રહેલા એક આઇસર ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. આઇસરમાં પ્રિન્ટિંગ રોલ ભર્યા હતા. જ્યારે અકસ્માતનો ભોગ બનેલી બસ અવધ ટ્રાવેલ્સની હોવાનું માલુમ પડ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





