સુરતમાં કોર્પોરેશને બાળકો પાસે મજૂરી કામ કરાવ્યું,વીડિયો વાયરલ

0
12

સુરત,તા.૧૯
દિવાળીના તહેવારને ગણતરીને દિવસો બાકી રહ્યાં છે ત્યારે તમામ ઝોનમાંથી રોડ ડિવાઇડરો, સર્કલો, ઓફિસોના રંગરોગાન માટે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ કલર કામ કરવામાં બાળ મજૂરોને કામ પર લગાડાયા હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ ઘટના સુરતના પૂણા અર્ચના સ્કૂલ રોડ પાસેની છે.
બાળકની હાલત જાઇને દયા આવી જાય તેવી સ્થિતિ છે. બાળક આખા શરીર પર ઓઈલ પેઇન્ટથી રંગાયેલો દેખાય છે. કોન્ટ્રાક્ટરને આરોગ્ય અંગે કોઈ દરકાર રાખી ન હતી. કોઇ માસ્ક કે હેન્ડ ગ્લોઝ પણ અપાયા ન હતા.
આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કોંગ્રેસના સુરેશ સુહાગિયાને આ અંગે ધ્યાન પર આવતાં મોબાઈલમાં વીડિયો બનાવ્યો. બાળમજૂરે તેનું નામ મોહંમદ સરવર અને ૧૪ વર્ષ હોવાનું જણાવ્યું છે. કાયદાનું ઉલ્લંઘન કરી બાળકોની મજૂરીનો વીડિયો વાયરલ થયો છે. હવે જાવાનું એ રહેશે કે શું કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે પછી અંધેર તંત્ર તમાશો જાતું રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY