ગોતાબ્રિજ હિટ એન્ડ રન : બેફામ કારે બાઇક-સ્કૂટરને અડફેટે લેતા એકનું મોત

0
8

અમદાવાદ,તા.૩૧
એસજી હાઈવે પર આવેલા ગોતાબ્રિજ પર મોડી રાતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. શેવરોલેટ ક્રૂઝ કારના ચાલકે બ્રિજ પર બાઇક અને એકિટવા પર જતા પ્રસંગ પાર્ટી પ્લોટના મેનેજર અને ઓફિસબોયને અડફેટે લેતાં બાઈકચાલક મેનેજરનું મોત નીપજ્યું છે જયારે એÂક્ટવાચાલક ઓફિસબોયને ઈજા પહોંચતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી ક્રૂઝ કારચાલકની ધરપકડ કરી છે.
મોડી રાતે બાર વાગ્યાની આજુબાજુ મુકેશ એકિટવા પર અને જિજ્ઞેશભાઈ બાઈક પર ઘરે જવા માટે સાથે નીકળ્યા હતા. સાડા બાર વાગ્યાની આસપાસ બંને પોતાના વાહન પર ગોતાબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર પુરપાટ ઝડપે આવી હતી અને મુકેશના એકિટવા અને જિજ્ઞેશભાઈના બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં બંને વાહન પરથી ઊછળી નીચે પટકાયા હતા. બંનેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જિજ્ઞેશભાઈનું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોએ કારચાલકનો પીછો કરી ગોતા વિસ્તારમાંથી લેન્ડ ક્રૂઝના કારચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY