૪ વર્ષની બાળકીને સિટી બસે ઠોકર મારતા મોત નિપજ્યું

0
14

જામનગર,તા.૧૫
જામનગરના હાર્દસમા વિસ્તાર લાલ બંગલા સર્કલ પાસે આજે ભિક્ષકે ૪ વર્ષની બાળકીને સિટી બસે ઠોકર મારતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઇને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા હતા અને ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતા. બાળકીના મોતથી તેની માતાએ આક્રંદ કરતા ગમગીની છવાઇ ગઇ હતી.
શહેરના લાલ બંગલા સર્કલ શહેરનો હાર્દસમા વિસ્તાર છે તેમ છતાં અહીં ટ્રાફિક પોલીસની કોઇ સુવિધા નથી. તેમજ લાલ બંગલા સર્કલથી ગુરૂદ્વાર સુધી જવાના રસ્તે નો એન્ટ્રીના બોર્ડ લગાવ્યા હોવા છતાં આડેધડ વાહનો ઘૂસાડવામાં આવી રહ્યા છે. સિટી બસનો ડ્રાઇવર અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે. ધારાસભ્યે બાળકીના માતા-પિતાને સાંત્વના પાઠવી ટ્રાફિક મુદ્દે યોગ્ય પગલા ભરવા ખાત્રી આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY