J&K :કુલગામમાં અથડામણ, હિજ્બુલ કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

0
9

શ્રીનગર,તા.૧૫
જમ્મુ અને કશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જમ્મુ અને કાશ્મીરના કુલગામ સ્થિત ચૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે. જેમના નામ ગુલઝાર અહમદ, ફૈઝલ રાથેર, જાહિદ અહમદ મીર, મંસૂર ભાટ અને જરુર છે. માર્યા ગયેલા તમામ આતંકીઓ કશ્મીરના રહેવાસી હતા.
જમ્મુ અને કાશ્મીરના કુલગામ સ્થિત ચૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓને ઘેરી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વોન્ટેડ આતંકવાદી હિજ્બુલ મુજાહિદીનના કમાન્ડર ગુલઝાર પદ્દાર પણ અથડામણમાં ઠાર મરાયો છે.
કાજીગુંડા ઉપરાંત સુરક્ષા દળોએ શ્રીનગરના અન્ય એક વિસ્તાર બેમિનામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક કારમાંથી હથિયારો મળી આવ્યા. એવું માનવામાં આવે છે કે, આતંકવાદીઓ આ હથિયારો દ્વારા વધુ મોટા હુમલાની તૈયારી કરી રહ્યાં હતા.
આ ઘટનાક્રમ વચ્ચે કશ્મીર ખીણમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ સેવાઓને અસ્થાયી રુપે નિલંબીત કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બારમુલા અને કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે.
આતંકવાદીઓના મોત બાદ બારામુલા અને કાજીગુંડની રેલવે સેવાઓને સ્થગિત કરવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ અલગ અલગ અથડામણમાં ગુરુવારે આઠ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. જે પૈકી એક અથડામણમાં પોલીસ, અર્ધસૈનિક દળના ૧૨ કર્મચારીઓ ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની હતા.
મળતી માહિતી પ્રમાણે આ આતંકવાદીઓ પૈકી ત્રણ પાકિસ્તાન પાસે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ઠાર મરાયો હતો. જૈશ એ મોહમ્મદ (જેઇએમ)ના બે આતંકવાદીઓ સોપોર કશબામાં જેઇએમ સાથે સંકળાયેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને રિયાસી જિલ્લામાં ૩૩ કલાક ચાલેલી લડાઇમાં ઠાર મરાયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY