મુંબઈ,તા.૬
બોલિવુડ અભિનેતા રાજ કપૂરની પત્ની ક્રિષ્ના રાજ કપૂરે ૧ આૅક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને લાંબા સમયથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી અને સોમવારે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું. આજે અભિનેતા રણધીર કપૂર અને રાજીવ કપૂર તેમની દિવંગત માતા ક્રિષ્ના રાજ કપૂરની અસ્થિઓ લઈને હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં સંપૂર્ણ રીત-રિવાજ મુજબ વીઆઈપી ઘાટ પર અસ્થિઓ વિસર્જિત કરવામાં આવી હતી. અસ્થિ વિસર્જન પછી પરિવાર મુંબઇ પરત ફરવા રવાના થયો હતો.
એક દિવસ પહેલા બંને પુત્ર રાજીવ અને રણધીર સાથે કપૂર ખાનદાનના કેટલાક સભ્યો ફ્લાઇટથી દેહરાદૂનના જાલિગ્રાંટ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તમામ લોકો રસ્તાના માર્ગથી હરિદ્વાર પહોંચ્યા હતા. જેના પછી કડી સુરક્ષા વચ્ચે આ તમામમે વીઆઈપી ઘાટ પર કર્મકાંડ કર્યું હતું.
આ દરમિયાન શમ્મી કપુરનો પુત્ર આદિત્ય કપૂર, શશી કપુરાનો પુત્ર કુનાલ કપૂર, રણધીર કપૂરની બહેન મનોજ જૈન, જતિન સિયાલ સહિત પરિવારના અન્ય લોકો હાજર હતા. . જાકે રિશી કપૂર, તેમના પત્ની નિતૂ કપૂર અને તેમનો પુત્ર રણબીર કપૂર આ પ્રાર્થના સભાનો ભાગ નહોતા બની શક્્યા કારણ કે ત્રણેય હાલમાં અમેરિકામાં રિશી કપૂરની સારવાર માટે ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




