ન્યુ દિલ્હી,તા.૧૫
ભાજપ શાસિત કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૪થી લઇને જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન થોડો-થોડો કરીને પેટ્રોલ-ડિઝલ પર નવ વખત એક્સાઇઝ ડ્યુટીનો બોજા જનતા પર લાદ્યો હતો. તેના છ માસ પછી ફક્ત એક વાર તેમાં રૂ. ૨ નો ઘટાડો કરવામાં આવ્યો હતો. એટલે કે સરકારની ઇંધણના વેચાણ પરની આવક સુનિશ્ચિત કરી દેવામાં આવી હતી. ત્યારપછી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડની કિંમતોમાં ભલે ઘટાડો આવ્યો હોય કે વધારો, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો જ જાવા મળ્યો છે. આખરે એવો દિવસ પણ આવી ગયો કે જ્યારે ડોલર સાપેક્ષ રૂપિયાની કિંમત સતતપણે ઘટવા લાગી, તેનાથી એ તો સ્પષ્ટ થઇ ગયું કે તેને કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થવાનો જ છે. પરંતુ બે વર્ષ પહેલાં જે એક્સાઇઝ ડ્યુટીમાં સતત ૯ વાર સરકાર વધારો કરીને સરકારે તેની આવકમાં અનેકગણો વધારો કર્યો હતો, અને તેનો લાભ ૨-૩ વર્ષ સુધી ભોગવી ચૂકી છે, તો તેમાં કાપ મૂકીને જનતાને ફ્યુલની કિંમતોમાં હવે સરકાર કેમ ઘટાડો કરતી નથી?
જ્યારે આ વધારો કરવામાં આવ્યો હતો, તે સમયે કદાચ પેટ્રોલની કિંમત રૂ. ૬૨ની આસપાસ હતી, અને તે સમયે કદાચ સરકારને આવકની જરૂરિયાત પણ હોવી જાઇએ. પરંતુ જ્યારે તે જ ફ્યુલની કિંમત આજે મુંબઇ જેવા મેટ્રો સિટીમાં રૂ. ૯૦ પ્રતિ લિટરની આસપાસ પહોંચી ચૂક્્યો છે, તો જનતા પર વધી રહેલા બોજા વિષે વિચાર કરીને સરકારે છેલ્લે વધારવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટીમાં કાપ આપવા પર વિચારણા હાથ ધરવી જાઇએ. આજની કિંમતો અને તેને કારણે સમસ્ત દેશમાં સર્જાયેલી હાલત અંગે વિચાર કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં જ ભારતના ઇતિહાસમાં ફ્યુલ ભારતના ઇતિહાસમાં સૌથી મોંઘી વસ્તુ બની ચૂક્્યું છે.
શનિવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલમાં ૩૫ પૈસાનો વધારો થઇને ભાવ ૮૧.૬૩ રૂપિયા/લીટર પહોંચ્યો છે, જ્યારે ડીઝલ ૨૪ પૈસાના વધારા સાથે ૭૩.૫૪ રૂપિયા/લીટરના સ્તરે પહોંચ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ ૩૫ પૈસાના વધારા સાથે ૮૯.૦૧ રૂપિયા/લીટરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું જ્યારે ડીઝલનો ભાવ ૨૫ પૈસાના વધારા સાથે ૭૮.૦૭ રૂપિયા/લીટર પર પહોંચ્યો છે.
દિલ્હીમાં શુક્રવારે પણ પેટ્રોલનો લીટર દીઠ ભાવ રૂ. ૮૧.૨૮ અને મુંબઈમાં ૮૮.૬૭ રૂપિયા થયો હતો. શુક્રવારે બંને શહેરોમાં પેટ્રોલના ભાવમાં ૨૮ પૈસાનો વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ડોલરની સરખામણીએ રૂપિયાની નબળાઈના કારણે તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ પણ ઈંધણના ભાવમાં હજુ વધારો થવાનો અંદાજ રજૂ કર્યો છે.
ક્રૂડની બેરલ દીઠ કિંમત ૮૦ ડોલરની આસપાસ છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીનું કહેવું છે કે, ઈરાન અને વેનેઝુએલાથી તેલની ખપત પૂરી થતી ન હોવાથી ક્રૂડ ઓઈલની કિંમત હજુ વધવાની શક્્યતા છે.
આમ, વધુ નહીં પરંતુ માત્ર બે વર્ષના દાયરામાં જાઇએ તો પેટ્રોલની કિંમતોમાં રૂ. ૧૮-૨૦ પ્રતિ લિટરનો વધારો થવા પામ્યો છે. એક રિપોર્ટ મુજબ સરકારે પેટ્રોલ પર ૩૦૦% તો ડિઝલ પર ૪૨૫%નો એક્સાઇઝ ડ્યુટીનો ભારેખમ બોજા નાંખ્યો છે. જા તેમાં કાપ મૂકવામાં આવે તો ફ્યુલની કિંમતોમાં ઓછામાં ઓછો રૂ. ૧૦-૧૫ પ્રતિ લિટરનો ઘટાડો આવી શકે છે.
બીજી બાજુ રાજ્ય સરકારો પણ કંઇ ઓછી નથી. કેન્દ્રએ એક્સાઇઝનો બોજા લાદ્યો તો રાજ્ય સરકારો પણ વેટ દ્વારા મળતો તેમનો હિસ્સો કેમ કરીને જવા દે? આજે દેશના તમામ રાજ્યોની આવકમાં આશરે ૨૦-૨૫% જેટલો હિસ્સો પેટ્રોલ પર લાદવામાં આવેલા વેટને કારણે આવે છે. અલબત્ત, અમુક રાજ્યોએ તેમાં થોડી કપાત તો કરી છે, પરંતુ તેનાથી જનતા પર પડેલા બોજામાં વધુ કોઇ ફરક જણાતો નથી.
ભારતના ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે બે માસ પહેલાં આપેલા એક નિવેદન મુજબ સરકાર ઇચ્છે તો પેટ્રોલની કિંમતોમાં આશરે રૂ. ૨૦ ની કપાત આવી શકે છે. પરંતુ તેમાં પણ જનતા જા-તો ની ધારણાઓ વચ્ચે અટવાઇ છે.
એક સમાચાર અનુસાર મોદી સરકાર આજે એક સમીક્ષા બેઠક યોજીને ફ્યુલની વધતી કિંમતો અને ડોલર સાપેક્ષ રૂપિયાની કિંમતમાં સતત ઘટાડા અંગે નિર્ણયો લઇ શકે છે. હવે જનતા આ બેઠક પર આશાની મીટ માંડીને બેઠી છે કે કદાચ આ વખતે સરકાર કંઇક કાપ મૂકે અને વધતી મોંઘવારી પર અંકુશ આવી શકે..!!
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



