૨૦૧૭-૧૮માં ૩૨૦૦ કિલો દાણચોરીથી લેવાયેલું સોનુ જપ્ત કરાયું
થિમ્પૂ/ન્યુ દિલ્હી,તા.૧૦
ભારતનુ મિત્ર ગણાતુ ભૂટાન એક બાબતને લઈને આજકાલ ભારત માટે માથાનો દુખાવો બન્યુ છે. ક્રાઈમ ફ્રી કહેવાતા ભૂટાનમાંથી સોનાની દાણચોરીના મામલાઓમાં વધારો થયો છે.ભારતને ચિંતા છે કે તેના કારણે ભૂટાન આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્કનો હિસ્સો બની શકે છે.
સોનાના દાણચોરો પહેલા ભારતમાં સોનુ ઘૂસાડવા માટે નેપાળનો રસ્તો પસંદ કરતા હતા પણ હવે દાણચોરો વાયા ભૂટાન ભારતમાં સોનુ સ્મગલ કરવા માંડ્યા છે.
ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે ભૂટાનના રસ્તેથી ભારતમાં ઘૂસાડાયેલુ ૬૬ કિલો સોનુ લખનૌ, કલકત્તા અને સિલિગુડીમાંથી જપ્ત કર્યુ છે.તેની સાથે સાથે ડઝનબંધ ભૂટાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.જેના કારણે ભારતનુ ટેન્શન વધી ગયુ છે.
ભારતીય અધિકારીઓને ડર છે કે પહેલા સોના માટે અને પછી આ જ નેટવર્કનો ઉપયોગ ભારતમાં ડ્રગ્સ અને હથિયારો ઘૂસાડવા પણ થઈ શકે છે.
૨૦૧૭-૧૮ના વર્ષમાં કુલ ૩૨૦૦ કિલો દાણચોરીથી લેવાયેલુ સોનુ જપ્ત કરવામાં આવ્યુ છે.જેમાંથી મોટાભાગનુ સોનુ ભૂટાન અને મ્યાનમારના રસ્તે ભારતમાં ઘૂસાડવામાં આવ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



