નીતિશ કુમારની પાર્ટીમાં થઈ એન્ટ્રી,૨૦૧૪માં ભાજપ સાથે કામ કર્યુ હતુ રણનીતિકાર પ્રશાંતકિશોરની રાજકીય ઈનિંગ શરુ : જેદીયુમાં જાડાયા

0
28

પટના,તા.૧૬
પ્રખ્યાત ચૂંટણી રણનીતિકાર તરીકે ઓળખાતા પ્રશાંત કિશોર હવે રાજનેતા બની ગયા છે. છેલ્લા છ વર્ષથી ભારતીય રાજકારણમાં ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રખ્યાત થયેલ પ્રશાંત કિશોર નીતિશ કુમારની પાર્ટી જનતા દળ(યુનાઇટેડ) સાથે જાડાઈને રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રશાંત કિશોરે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી માટે વિજયી રણનીતિ ઘડી હતી અને ત્યારબાદ મોદીના વિરોધી દળો માટે રણનીતિ તૈયાર કરી હતી. જ્યારે હવે, પ્રશાંત કિશોર સત્તાવાર રીતે જનતા દળ (યુ) સાથે જાડાઈ ગયા છે. બિહારની રાજધાની પટનામાં આજે પાર્ટીની મિટિંગમાં નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર જનતા દળમાં જાડાયા છે.
પ્રશાંત કિશોરે ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટી, ૨૦૧૫માં બિહારમાં મહાગઠબંધન અને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. ૨૦૧૪ની લોકસભામાં ભાજપનાં ભવ્ય વિજય પછી તેના રણનીતિકાર તરીકે પ્રથમ વખત પ્રશાંત કિશોર ચર્ચામાં આવ્યા હતા. જા કે, આ પછી પાર્ટી અધ્યક્ષ સાથે તેમના મતભેદ થયા હોવાના સમાચાર આવ્યા હતા.
ત્યારબાદ પ્રશાંત કિશોરે ૨૦૧૫માં બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન માટે રણનીતિ બનાવી હતી અને મહાગઠબંધનની જીત થઇ હતી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જીતાડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં તેમને નિષ્ફળતા સાંપડી હતી. બિહારનાં મુખ્યમંત્રી નિતિશ કુમાર સાથેનાં તેમના સંબધો સારા ગણાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY