તા.૩
છેલ્લાં ૨૦ વર્ષમાં ભાજપ સરકારોએ દારુબંધીમાં અનેક છટકબારી રાખીને દારુ મળે તે માટે છૂટછાટ આપી છે. જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારુની પરમીટ આપવી, હોટેલોમાં છુટછાટ આપવી, રાજ્ય બહારથી આવતાં પ્રવાસીઓને તુરંત દારુ પિવાનો પરવાનો
આભાર – નિહારીકા રવિયા આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતાં ઈશુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં ૯૫૪ લોકો પકડાયા હતા. દમણથી ૯૦ ટકા દારુ ગુજરાતમાં આવે છે. દરેક જિલ્લામાં આ રીતે પકડાયા હતા. પણ ૩૩ જિલ્લામાંથી મોટા ભાગના જિલ્લામાં પોલીસે દારુ પિવાના આ વખતે ઓછા ગુના નોંધ્યા છે. ગુજરાતની કોર્ટોમાં દારુ પિનારાઓના બોમ્બે પ્રોહિબિશન એક્ટ (નશાબંધી કાયદા)ના ૫૫,૬૪૫ હજાર ગુના પડતર છે. ૨ એપ્રિલ ૧૯૮૧માં ૩,૦૦૦ દારૂબંધી ભંગના કેસો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચલાવ્યા વગર અદાલતમાં પડતર હતા. આમ વસતિ વધી છે તેની સરખામણીએ દારુ પિનારાઓ ગુજરાતમા વધ્યા છે. દારુનો કાયદો કડક કરાયો તેને આજે એક વર્ષ થયું છે, છતાં દારુ આરામથી મળે છે. લોકો પિવે છે. કડક કાયદા પોલીસ અને રાજકારણીઓના હપ્તા વધી ગયા છે.
વિદેશથી આવતાં લોકોને ગુજરાતમાં મુક્ત રીતે દારુ પિવાની છૂટ છે પણ ગુજરાતમાં રહેતાં લોકોને દારુ પિવો હોય તો પરવાનો આપવામાં આવતો નથી. આમ ગુજરાતમાં ભેદભાવભરી નીતિ આપનાવવામાં આવી રહી છે. દારુ પીવા માટે પરવાનો લેવો પડે છે. શિયાળોમાં વિદેશી મુસાફરો આવતાં અને હવે વાયબ્રંટમાં વેપારીઓ આવવાનું શરૂ થતાં જ ૩,૨૦,૦૦૦ (ત્રણ લાખ વીસ બહાર) કરતાં વધું પરવાના દારુ પિવા માટે આપવામાં આવશે. જેની સામે ગુજરાતના નાગરિકોને આરોગ્યના કારણોસર ૫૨,૮૭૬ પરવાના આપવામાં આવ્યા છે. જે અગાઉના વર્ષોમાં ૭૨ હજાર પરવાના હતા. હવે દારૂના અડ્ડા પરથી દારુ વધું વેચાય તે માટે પરવાના આપવાનું ઓછું કરી દેવામાં આવ્યું છે. જે એક અન્યાય તરીકે જાવામાં આવી રહ્યુ છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ૬ કરોડ લોકોમાંથી ૧.૨૫ કરોડ લોકો દારુ પીતા હોવાનો અંદાજ છે. ગુજરાતમાં જે રીતે વર્ષે ૨૫૦ કરોડનો દારુ પકડાય છે તેના આધારે આ અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ પરવાનાઓ દ્વારા ગુજરાતમાં ૨૦૧૨થી ૨૦૧૮ના ૬ વર્ષમાં બધો મળીને ૩.૮૫ લાખ લિટર દારૂ ખરીદ કરવામાં આવ્યો હતો. કાયદેસરની દારૂની દુકાનમાંથી વેચવામાં આવતા દારૂનું સૌથી વધું વેચાણ સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં થાય છે. સુરતમાં પાછલા છ વર્ષમાં ૨૭૮.૬ કરોડનો ૧.૧૩ કરોડ લિટર દારુ ખરીદ કરાયો હતો. આ પ્રમાણ ૨૦૧૧-૧૨માં આ પ્રમાણ માત્ર ૧૪ લાખ લિટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે, છેલ્લા છ વર્ષમાં ૭૪.૧૪ લાખ લિટર દારુનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ ૩૩.૪૧ લાખ લિટર, અને કચ્છમાં ૩૩.૧૨ લાખ લિટર હતું.
જા કે ૧૩ એપ્રિલ ૨૦૧૬ના દિવસે પ્રવાસીઓને અપાતી દારૂ પીવાની પરમીટની સંખ્યા ઘટી છે. ૨૦૧૪માં રાજયના દારૂબંધી ખાતાએ ૨૫૩૫ ટુરીસ્ટ લીકર પરમીટ અને પ્રવાસીઓને ૧૯૨૯ હંગામી પરમીટ આપી હતી. ૨૦૧૫માં એ સંખ્યા ઘટી અનુક્રમે ૧૭૮૫ અને ૧૭૯૬ થઈ હતી. ૨૦૧૪માં આરોગ્યના કારણસર ૫૨૦૫૪ પરમીટ અપાઈ હતી જે ૨૦૧૫માં વધી ૫૫૮૨૨ થઈ હતી.
૨૦૦૦-૦૧માં રૂ.૫૫.૭૮ લાખની ૫૦,૭૬૪ બોટલનું કાયદેસર વેચાણ થતું હતું. ૨૦૦૮-૦૯માં રૂ.૧૪૪.૬૬ લાખની ૧૧૮૦૯૭ બોટલોનું વેચાણ થયું હતું.
જાકે તેની સામે એવી દલીલ થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કારણે સામાજિક શાંતિ છે. પણ તેની સામે ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોનું ખર્ચ બુટલેગરો કાઢે છે. માત્ર ઓફિસનું જ ખર્ચ વર્ષે રૂ.૭૦૦ કરોડથી વધું છે. વળી પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને વર્ષે રૂ.૩૦૦૦ કરોડથી વધારાના હપ્તા મળતા હોવાનો અંદાજ વહીવટદારોનો છે. જ્યારે રૂપાણીની સરકાર આવી ત્યારે રોજ મોટી રેડ પાડવામાં આવતી હતી. હવે આવી રેડ બંધ કેમ થઈ ગઈ તે અંગે એક વહીવટદારે કÌšં હતું કે, રાજસ્થાન સાથે રાજકારણીઓનું સેટીંગ થઈ ગયું છે. ચોક્કસ ચેનલ ગોઠવાઈ ગયા પછી આવી આવક વર્ષે રૂ.૩૦૦૦ કરોડ સુધી થઈ જાય છે. ખરેખર જા દારૂબંધી ન હોત તો તે પૈસા પ્રજાની તીજારીમાં જતાં હોત. જેમાંથી ગરીબ લોકોના મકાનો બનાવી શકાયા હોત.
૧૬ માર્ચ ૨૦૧૮માં ઠાકોર સેના દ્વારા ગુજરાતમાં દારુના વિરૂદ્ધમાં ઝૂંબેશ ચલાવવામાં આવે છે. હવે તે બંધ છે. જ્યારે રાજકીય ફાયદો કે બીજા ફાયદો લેવાનો હોય ત્યારે જ અલ્પેશ ઠાકોર દ્વારા તે આંદોલન શરૂ કરાય છે અને બંધ કરાય છે. તેમનો એક અંગત સાથીદાર અને ઠાકોર સેનાનો હોદ્દેદાર માવજી ચના ઠાકોર નશો કરેલી હાલતમાં લાખણી તાલુકાના અસાસણ ગામમાંથી પકડાયો હતો. ૭ જુલાઈ ૨૦૧૮માં ગાંધીનગરમાં મહિલાના ઘરમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશે દારુ માટે જનતા રેડ કરી હતી. ઢોંગી દેખાવ પછી આ ત્રીપુટીએ દારુ ભૂલી ગઈ છે. સરકાર અને પોલીસ પોતાની આબરૂ બચાવવા દારૂબંધીના ખોટા ગુના નોંધીને લોકોને ખોટી રીતે હેરાન કરે છે. સમાજ પણ ઢોંગ કરે છે. સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં ૨૧ હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે. વલસાડમાં ૯૫૪ લોકો પકડાયા હતા. અમદાવાદનો હીટ એન્ડ રન ફેઈમ વિસ્મય શાહ પત્ની સાથે દારુ પીતા ૨૦૧૯માં પકડાયો હતો.
૨૦૧૧-૧૨માં ગુજરાતમાં ૫૧.૦૩ લાખ લિટર દારુ વેચાયો હતો. જે ૬ વર્ષમાં વધીને ૨૦૧૭-૧૮માં ૩.૮૫ કરોડ લિટર થઈ ગયો હતો.
૨૧ માર્ચ ૨૦૧૮ના દિવસે રાજ્યના ૩૧ જીલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં ૧૪૭.૭૮ કરોડ રૂપિયાનો દારુ ઝડપાયો હતો. તો ૩ લાખ ૧૩ હજાર ૬૪૨ લીટર તો માત્ર દેશી દારુ જ ઝડપાયો છે. ૯ લાખ ૨૨ હજાર ૪૦૮ વિદેશી દારૂની બોટલ અને ૨ લાખ ૨૯ હજાર ૯૦૮ બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ ૧૬ હજાર ૩૩ વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે. આ જાતા અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે, ગુજરાતમાં વર્ષે રૂ.૧૮થી ૨૫ હજાર કરોડનો દારુ વેચાતો હોઈ શકે છે. વર્ષે રૂ.૨,૦૦૦ કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે રૂ.૩,૦૦૦ કરોડની રકમ પોલીસને અને રાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે. રાજનેતાઓ દારૂના અડ્ડા એટલા માટે પણ ચાલવા દે છે કે ચૂંટણીમાં તેમની પાસેથી દારુ લઈ આવે છે અને મતદારોને આપે છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના એક જાણીતા નેતાનો દારુ ચૂંટણીના આગલા દિવસે મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પકડાવી દીધો હતો. તે પ્રકરણ બંધ થઈ ગયું છે.
સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી ઓક્ટોબર ૨૦૧૮ના છેલ્લા બે મહિનામાં રૂ.૨૩ કરોડનો વિદેશી બનાવટનો દારુ પકડાયો હતો. દારુનુ ઉત્પાદન તેમજ ખરીદ વેચાણ અને હેરફેર કરનારાને ૧૦ વર્ષની કેદ અને ૫ લાખના દંડનો કાયદો બનાવ્યો છતા દારુ પિનારાઓ વધી રહ્યાં છે. તેથી ગુજરાતની વડી અદાલતમાં એક જાહેર હીતની અરજી થઈ છે કે લોકોને શું ખાવું અને શું ન પિવું તે બંધારણીય અધિકાર છે. લોકો પોતાના ઘરમાં બેસીને ગુજરાતમાં દારુ પીવે એવી છુટ આપવી જાઈએ. દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાં બેસીને ઘણે ઠેકાણે દારુ પિવે છે. ભારતમાં દારુ પીવનું કલ્ચર સોમરસ થઈ વેદ સમયથી છે. તો ગુજરાતમાં કેમ બંધી છે. આ કેસ હાલ તો ચાલી રહ્યો છે.
૧૯ જૂન ૨૦૧૮માં ગુજરાત સરકારે દારૂનો પરવાનો લેતા સમયે આરોગ્ય તપાસવાની ફીમાં ૪૦૦ ટકાનો વધારો કરી દીધો છે. દારુ માટેના પરવાના અરજીના રૂ.૫૦ અને પરમીટ મેળવવા સમયેની આરોગ્ય તપાસણી ફી રૂ.૫૦૦ હતી. હવે દારૂની હેલ્થ પરમીટની પ્રોસેસ ફી રૂ.૫૦૦થી વધારી રૂ.૨૦૦૦ તથા આરોગ્ય તપાસણી ફી રૂ.૨૦૦૦ કરી છે. ગરીબ લોકોને આરોગ્ય માટે દારુ પીવાનો પરવાનો લેવો હોય તો લઈ શકે નહીં, માત્ર શ્રીમંત દર્દીઓ જ પરમવાનો લઈ શકે છે. ગુજરાતમાં આવા કુલ-૨૬ એરીયા મેડિકલ બોર્ડ પરવાનો આપી શકતા હતા તે હવે માત્ર ૬ વિસ્તાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત કરી દેવાયા છે. જે પણ નાગરીકોની આવક સામે ભેદભાવ રાખે છે.
દારૂબંધીનો વધારે કડક કાયદો ૧૫ ડિસેમ્બર ૨૦૧૭થી અમલી બન્યો છે. દારૂનું વેચાણ કરનાર કે પછી દારૂના ખરીદ વેચાણમાં મદદ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની જાગવાઈ છે. દારૂના ખરીદ- વેંચાણ અને હેરફેર કરનારા ગુનેગારોને ૧૦ વર્ષ સુધીની કેદ અને ૫ લાખ સુધીનો દંડ થાય છે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારોને ૧૦ વર્ષ સુધીની જેલ અને ૧ લાખ સુધીનો દંડ કરી શકાય છે. દારૂ પીને સમાજમાં અસભ્ય વર્તન કરે છે તો તેને ૩ વર્ષ સુધીની કેદ થાય છે.
ગુનેગારોને નાસી જવામાં જે પોલીસ મદદ કરે છે તેમને ૭ વર્ષ સુધીની કેદ અને ૧ લાખ સુધીનો દંડ કરી શકાય છે. અધિકારી ફરજમાં અડચણ કે હુમલો કરે છે તો તેને ૫ વર્ષ સુધીની કેદ અને ૫ લાખનો દંડ કરવાની જાગવાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



