અમૃતસર ટ્રેન અકસ્માત દુર્ઘટનામાં બોલીવુડ સ્ટાર્સે ટ્‌વીટર પર વ્યક્ત કર્યો શોક

0
18

મુંબઈ,તા.૨૦
પંજાબનાં અમૃતસરમાં શુક્રવારની રાત્રે એક કરૂણ ઘટના બની. અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં ૬૦ લોકોનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ છે. ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી. આ દુર્ઘટના અમૃતસરનાં ચૌડા બજારની નજીક થઈ હતી.
રાવણ દહન દરમિયાન ફટાકડા અને આગની લપેટનાં કારણે લોકો પાછળ ખસ્યા અને કેટલાક લોકો પહેલાથી જ પટરી પર ઉભા રહીને રાવણ દહન જાઈ રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેન લોકોને કચડીને નીકળી ગઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઘણા સેલીબ્રિટીએ પણ ટિવટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. અજય દેવગણે ટિવટ કર્યું કે, ‘અમૃતસર ઘટના વિશે વિચારીને દુઃખ થયું.’ અજય દેવગણે દુર્ઘટનામાં મૃત થયેલા લોકોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો અનિલ કપૂર અને ફરહાન અખ્તરે પણ શોક વ્યક્ત કર્યો છે.
ઘટનાસ્થળની ઘણી તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. ઘટનાસ્થળ પર હાજર લોકોએ કહ્યું કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી, જ્યારે વધારે ભીડને જાઇને ટ્રેનની સ્પીડ ઓછી થવી જાઇએ. આ ઘટનાને લઇને લોકોમાં ઘણી જ નારાજગી જાવા મળી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY