ડીસા,તા.૨૦
પરપ્રાંતિયોના મામલે ઉશ્કેરણીજનક નિવેદનના પગલે વિવાદમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અને બિહાર કોંગ્રેસના સહ પ્રભારી અલ્પેશ ઠાકોરનુ માથુ કાપી લાવનારને એક કરોડનુ ઈનામ આપવાની જાહેરાત ઉત્તરપ્રદેશના મહારાણી પદ્માવતી યુથ વિંગ નામના સંગઠને કરી હતી.
આ મુદ્દે પહેલી વખત અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા આવી છે.અલ્પેશ ઠાકોરે આ ભડાકાઉ જાહેરાતનો જવાબ પણ એવી રીતે જ આપ્યો છે.ડિસાના માણેકપુરા ગામના એક ગરબામાં હાજરી આપવા ગયેલા અલ્પેશે કહ્યું હતુ કે રાતે ૧૨ વાગ્યે પણ હું એકલો ફરુ છું અને મને જેને મારવો હોય તે આવી આવી જાય.
આ પહેલા પદ્મવાતી યુથ બ્રિગેડના કહેવાતા અધ્યક્ષ ભવાની ઠાકોરે અલ્પેશ ઠાકરોને રાક્ષસી પ્રકૃતિના ગણાવીને કહ્યું હતુ કે અલ્પેશ ઠાકોર ગુજરાત બહાર નહી આવે તો અમારા કાર્યકરો ગુજરાતમાં જઈને અલ્પેશ ઠાકોરનુ માથુ કાપી લાવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



