અમદાવાદની આઈ ફ્લાય ટ્રાવેલ્સ એજન્સી દ્વારા એજન્ટ સાથે ઠગાઈ

0
5

રૂ.૫.૦૩ લાખ પડાવી લઈ એર ટીકીટનું બુકિંગ કરાવ્યું નહીં
સુરત, તા.૪
અમદાવાદના આઈ ફ્લાય ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ કંપનીએ સુરતના બુકિંગ એજન્ટ પાસેથી એર બુકિંગ રૂપિયા ૫,૦૩,૪૭ મેળવી મુસાફરોની ટિકિટ નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
ચોકબજાર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ઉદયનગરમાં રહેતા મેડીકલ સ્ટોર ધરાવતા અને એર ટિકિટ બુકિંગ કરતા રજનીકાંત હરિદાસ કથીરિયાએ આરોપી હેમાંશુ ઉર્ફે રાકેશ હાથી (આઈ ફ્લાય ટ્રાવેર્લ્સ શિવાલીક પ્લાઝા, અમદાવાદ) વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી આરોપી પાસે એમ ફ્લાઈટનું બુકિંગ કરાવતા હતા. તાજેતરમાં ફરિયાદી રજનીકાંતભાઈએ રૂ.૫,૦૩,૫૪૭ની એર ટિકિટો બુક કરાવી હતી. આ અંગેનું પેમેન્ટ પણ ફરિયાદીએ આરોપીને કરી દીધા બાદ ટિકિટ પણ નહીં આપી રૂપિયા પરત કર્યા ન હતા. આ બનાવ અંગે ચોક પોલીસેï ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY