આંધ્રપ્રદેશમાં હવે સીબીઆઈ ટીમ મંજૂરી વગર પ્રવેશી શકશે નહિ

0
12

અમરાવતી,તા.૧૬
આંધ્રપ્રદેશમાં સીબીઆઈ ટીમ હવે મંજૂરી વગર પ્રવેશી શકશે નહીં, હવે સીબીઆઈની તપાસ માટે આંધ્રમાં જવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. જી હાં. રાજ્યના ચંદ્રબાબૂ નાયડૂ સરકારે એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવેથી કેન્દ્રિય તપાસ એજન્સીના કોઇ પણ અધિકારીને આંધ્રમાં એન્ટ્રી કર્યા પહેલા સરકાર પાસેથી અનુમતિ લેવી પડશે. ચંદ્રબાબૂ નાયડૂ સરકારના આ નિવેદન બાદ આંધ્ર અને કેન્દ્રની વચ્ચે ટકરાવનો એક નવો મુદ્દો ઉભો થઇ ગયો છે.
રાજ્ય સરકારે આ સંબંધમાં એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, હવેથી સીબીઆઈ કોઇ પણ કેસમાં તપાસ કરવા માંગે છે અથવા તો સર્ચ ઓપરેશન ચલાવવા માંગે છે, તો તેના માટે સીબીઆઈએ પહેલા સરકારને જણાવવું પડશે, અનેલેખિતમાં પરમિશન લેવી પડશે. પરમિશન વગર કોઇ પણ અધિકારીને રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.
આ અઠવાડિયે જાહેર કરેલ નોટિફિકેશનમાં રાજ્ય સરકારે કહ્યું કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબ્લિશ્મેન્ટ એક્ટ ૧૯૪૬ને પાછો ખેંચવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સીબીઆઈની પસંદગી દિલ્હી સ્પેશિયલ પોલીસ ઈસ્ટેબ્લિશ્મેન્ટ ૧૯૪૬ હેઠળ કરવામાં આવી હતી. રાજ્ય સરકારનો આ નિર્ણય સીબીઆઈમાં મચેલી ઉથલપાથલ બાદ સામે આવ્યો છે. હાલમાં સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને તપાસ એજન્સીમાં નંબર-૨ રાકેશ અસ્થાના પર લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે, ત્યારબાદ બન્ને અધિકારીઓને રજાઓ ઉપર મોકલી દેવામાં આવ્યા અને તપાસ પુરી ન થાય ત્યાં સુધી નાગેશ્વર રાવને ડાયરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY