રાજપીપલા સ્ટેશન રોડ પર નવી ખુલેલી એક બેકરી માંથી ફૂગ વાળુંં કેક વેંચતા ગ્રાહક માં રોષ

0
180

ગ્રાહક બાળકો માટે નાના ચાર કેક લઈ ગયો હોય અમુક કેક માં ફૂગ જણાતા દુકાનદાર ને જાણ કરતા ઉદ્ધત જવાબ

રાજપીપલા ખાતેે ભરૂચ નું ફ્રુડ એન્ડ ડ્રગ વિભાવ કેમ તહેવારો સમયેજ ફરકે છે…?!

રાજપીપલા: રાજપીપલા ના ટેકરા ફળિયા માં રહેતા મહેશભાઈ વસાાવા એ શનિવારે રાત્રેે પોતાના બાાળકો માટે ચાર નાાના કેક લીધા પરંંતુ બાળકોને ખાવા આપતા જોયું તો એમાંથી અમુક કેક પર ફૂગ લાગેલી જણાતા આ બાબતે મહેશભાઈ એ એમના ફળિયા નજીક માં આવેલી બેકરી વાળા ભાઈ ને આ માટે જણાવતા એ મહાશયે ભૂલ સ્વીકારવાના બદલે જવાબ આપ્યો કે આટલી ગરમી પડે છેે તો ક્યારેક કોઈ વસ્તુમાં ફૂગ કે અન્ય ખરાબી આવી જાય ત્યારે ગ્રાહક અકળાઈ ઉઠયા અને આ માટે ઉપર લેવલ સુધી ફરિયાદ કરીશ એમ જણાવી ગુસ્સો વ્યક્ત કર્યો હતો કેમકે મહેશભાઈ ના જણાવ્યા મુજબ બાળકો જો આ ફૂગ વાળું કેક ભૂલ માં ખાઈ જાત તો એમની શું હાલત થઈ શકે છે…? છતાં દુકાનદાર ભાઈ ભૂલ કબુલવાના બદલે ઉલ્ટી વાત કરે છે એ લાપરવાહી ભરી વાત કહેવાય માટે હું હવે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ને ફરિયાદ કરીશ એમ મહેશ વસાવા એ રોષ ઠાલવતા જણાવ્યું હતું જોકે અમારા પ્રતિનિધિ એ આ બાબતે મુખ્ય દુકાનદાર સાથે વાત કરી ત્યારે એમને જણાવ્યું કે આ ગ્રાહક ચાર નાની કેક લઈ ગયા હતા એમાંથી એકાદ કેક માં ફુગ ની ફરિયાદ કરેલી પરંતુ હું શનિવારે બહાર હતો માટે આ તકલીફ થઈ હતી એમ કહી ભૂલ સ્વીકારી હતી અહીં સવાલ એ થાય છે કે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ સમયાંતરે આકસ્મિક તપાસ કરી મિલાવટયુક્ત કે બગડેલી વસ્તુ વેંચતા વેપારીઓ સામે કેમ પગલાં લેતું નથી….?! દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારી ફરી આ બાબતે ધ્યાન રાખવા જણાવતા અમે દુકાન ના નામ નો ઉલ્લેખ કર્યો નથી કેમ કે દુકાનદાર ને બદનામ કરી એનો ધંધો બગાડવાનો અમારો કોઈ આશય નથી પરંતુ પૈસા ખર્ચતા ગ્રાહકો ને યોગ્ય વસ્તુ મળે એ માટે અમે દુકાનદારને ને એક તક જરૂર આપી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY