Myntraના સીઈઓ અનંત નારાયણ અને સીએફઓએ રાજીનામુ આપતા ખળભળાટ મચ્યો

0
9

ન્યુ દિલ્હી,તા.૧૬
flipkart ના સહ સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપ્યાબાદ Myntraમાં હલચલ મચી ગઈ છે.Myntraના CEO અનંત નારાયણ તેમજ CFO દીપાંજન બાસુએ પોતાના પદેથી ધડાધડ રાજીનામા ધરી દીધા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બંસલે જે દિવસે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ, એજ દિવસથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે નારાયણ પણ પોતાના પદેથી રાજીનામુ આપશે.
વાત જાણે એમછે કે બિન્ની બંસલના ગયા પછી નારાયણને flipkart ના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવો પડત. ઈન્ડસ્ટ્રી ઈનસાઈડર્સનું કહેવું છે કે આ બંને વચ્ચે પહેલેથી જ ખટરાગ છે.
આપને જણાવી દઈએ કે ઓનલાઈન રિટેલર કંપની flipkartના ગ્રૂપ CEO બિન્ની બંસલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. કંપનીએ એક નિવેદન આપીને આની જાણકારી આપી હતી. કંપનીએ જણાવ્યુ કે તાત્કાલીક અસરથી ગ્રૂપ CEO બિન્ની બંસલનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યુ છે.
કંપનીએ કહ્યું કે બિન્ની સ્થાપનાથી લઈને કંપનીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામુ એવા સમયે આવ્યુ જ્યારે તેમના વિરૂદ્ધ પર્સનલ મિસકન્ડક્ટના આરોપની તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ પોતાના આ નિર્ણયને લઈને જણાવ્યુ છે કે તેમનો આ નિર્ણય તપાસ કર્યા પછી કરવામાં આવ્યો છે. જે flipkart અને વોલમાર્ટે સાથે મળીને કર્યો છે.
અમેરિકી રિટેલ કંપની વોલમાર્ટે આ વર્ષ મે માં

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

flipkartની ૭૭% ભાગીદારી ૧.૦૭ લાખ કરોડમાં ખરીદી હતી. આ ઈ-કોમર્સમાં દુનિયાની સૌથી મોટી ડીલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY