ગુજરાત એસ.ટી નિગમના મજદૂર સંગઠનો અને અધિકારીઓ દ્રારા પડતર માંગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાયો.

0
229

આજ રોજ ગુજરાત તથા ભરૂચ જિલ્લા એસ.ટી.નિગમના વિવિધ યુનિયન સંગઠનોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્રારા તેમની ૧૫ જેટલી પડતર માંગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જેમાંવર્ગ ૧ થી ચાર સુધીના તમામ અધિકારીઓ કર્મચારીઓ ને સાતમાં પગારપંચનો લાભ જાન્યુઆરી ૨૦૧૬ થી મળે તેમજ ડ્રાઈવર અને કંડકટરને વર્ગ ત્રણની કક્ષામાં આવતા હોય તે મુજબનો પગાર ધોરણ સાથે અન્ય મળવા પાત્ર તમામ લાભો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.તદ્ ઉપરાંત કિલોમીટર પુરા થઈ ગયેલ અને ખખડધજ વાહનો રોડ પર નહીં દોડાવવા સાથે કિલોમીટર ની જે મર્યાદા બાંધવામાં આવી છે તેનાથી વધુનો લક્ષ્યાંક આપવામાં ન આવે તથા આ બાબતે કર્મચારીઓને કોઈ પણ બાબતની સજા કરવામાં ન આવે તે સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓ અને અધિકારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન યોજયું હતું. જોકે એસ.ટી કર્મચારીઓ સોમવાર,મંગળવાર અને બુધવાર સુધી કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે અને તારીખ ૧૩ અને ૧૪ મી ઓગસ્ટ ના રોજ સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજી તારીખ ૨૦ અને ૨૧ મી ઓગસ્ટના રોજ સરકાર તથા નિગમના મેનેજમેન્ટ ને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવવામાં આવશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY