માનવીની સંવેદના વૃક્ષો અને પ્રકૃતિ સ્વીકાર કરે છે ઃ કુલપતિ ગુપ્તા
સુરત, તા.૧૭
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રૂરલ સ્ટડીઝ અને ઈકોનોમિક્સ વિભાગ તથા બ્રહ્માકુમારીઝના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૧-૨૦૧૯ના રોજ યોગિક ખેતી વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન વીએનએસજીયુના સમાજ વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અધ્યક્ષતા વાઈસ ચાન્સેલર શિવેન્દ્ર ગુપ્તાએ કરી હતી. એમણે કહ્નાં કે માનવની સંવેદના વૃક્ષો, પ્રકૃતિ સ્વીકાર કરે છે. ભારતીય રાજયોગ સંસ્કૃતિને આગળ વધારવા યોગિક ખેતી ખૂબ જ મદદરૂબ સ્થાપિત થશે. માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્માકુમારીઝના કૃષિ એવમાં ગ્રામવિકાસ વિભાગના ઉપાધ્યક્ષ બ્ર.કુ. રાજુભાઈએ યોગિક ખેતીના અનેક ઉદાહરણ પ્રસ્તુત કરી રાજયોગના માર્ગને અપનાવીને ખેતીમાં એક નવી ક્રાંતિ લાવવાનો સંકલ્પ આપ્યો. ડીપાર્ટમેન્ટ અોફ રૂરલ સ્ટડીઝના હેડ ડો. વિપુલ શમાનીજીએ એમના પ્રવચનમાં રાજયોગના માધ્યમથી વૈચારિક ક્રાંતિની જરૂરત બતાવી. માઉન્ટ આબુથી પધારેલ બ્ર.કુ. સુમંતભાઈએ શાશ્વત યોગીક ખેતાના વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા. આ કાર્યક્રમનો ૧૫૦ વિદ્યાર્થીઓએ તથા પ્રોફેસર અને ગર્વમેન્ટ ઓફિસરોએ લાભ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંકલન યુનિવર્સિટીના ઈકોનોમિક ડીપાર્ટમેન્ટના હેડ શ્રીનિવાસ રાવે કયુ* તથા બ્રહ્માકુમારીઝ મજુરાગેટ સેવા કેન્દ્રના બ્ર.કુ. સોનલબેને શુભ ભાવના વ્યક્ત કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




