મુંબઈ,તા.૫
લાંબા સમયથી હિટ ફિલ્મની રાહ જાઈ રહેલી સોનાક્ષીએ આ દરમિયાન પોતાની ફિગર પર ખૂબ જ મહેનત કરી છે અને તે હવે પહેલાં કરતાં વધુ નિખરેલી જaવા મળે છે. સોનાક્ષીને પોતાની કેટલીક ફિલ્મોથી ઘણી આશા છે.
હાલમાં તે ત્રણ ફિલ્મમાં એકસાથે કામ કરી રહી છે તે છે ‘કલંક’, ‘મિશન મંગલ’ અને ‘દબંગ-૩’. હવે એવા સમાચાર આવ્યા છે કે તે ખૂબ જ જલદી નવાઝુદ્દીન સિદ્દિકી સાથે પણ એક ફિલ્મમાં જાવા મળશે. આ બંને ફિલ્મ ‘બોલે ચૂડિયાં’માં એકસાથે દેખાશે. પહેલી વાર નવાઝુદ્દીન સિદ્દિકી અને સોનાક્ષી સિંહા મોટા પરદા પર રોમાંસ કરતાં દેખાશે.
નવાઝુદ્દીનનો ભાઇ શમ્સ નવાબ સિદ્દિકી આ ફિલ્મ દ્વારા નિર્દેશનના ક્ષેત્રમાં કિસ્મત અજમાવી રહ્યો છે. ફિલ્મમાં સોનાક્ષી નવાઝુદ્દીન સાથે મુખ્ય પાત્રમાં જaવા મળશે. પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે શમ્સ પોતાની ફિલ્મ માટે અભિનેત્રીની શોધ કરી રહ્યો છે.
ત્યાર બાદ શ્રદ્ધા કપૂર તેની ફિલ્મમાં કામ કરે તેવી અટકળો હતી, પરંતુ હવે આ ફિલ્મ માટે સોનાક્ષીને ફાઇનલ કરી દેવાઇ છે. સોનાક્ષીની અન્ય ફિલ્મોમાં ‘કલંક’નું શૂટિંગ પૂરું થઇ ચૂક્્યું છે. ફિલ્મમાં તેના ઉપરાંત આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સંજય દત્ત પણ જાવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


