કેપ્ટન કોહલીએ ફટકારી ૪૦મી સદી

0
4

નાગપુર,તા.૫
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઇ રહેલી બીજી વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૪૦મી સદી ફટકારી. વિરાટે ૧૦૭ બોલમાં ૯ ફોરની મદદથી સદી ફટકારી હતી. ભારતે ૪૭ ઓવરમાં ૨૪૮/૮નો સ્કોર બનાવ્યો હતો. કોહલી ૧૧૬ રન બનાવી આઉટ થયો હતો.
ભારતની શરૂઆત નબળી થઇ હતી, સતત બે વિકેટ ગુમાવી હતી. પહેલા કેદાર જાધવે ૧૧ રને કેચ આપી દીધો. ત્યાં જ મહેન્દ્ર સિંહ ધોની ખાતું ખોલ્યા વગર પેલેલિયન પાછો ફર્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ધોનીનો કેચ લીધો હતો.
વિજય શંકરના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી હતી. તે ૪૬ રને રન આઉટ થયો છે. જ્યારે ચોથી વિકેટ માટે કોહલી અને વિજય શંકર વચ્ચે ૮૧ રનની ભાગીદારી થઇ હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ત્રીજી વિકેટ અંબાતી રાયડુના રૂપમાં ગુમાવી હતી. તેણે ૩૨ બોલમાં ૧૮ રન કરી પેલેલિયન પરત ફર્યો છે.
મેક્સવેલે તેની બીજી ઓવરના ત્રીજા બોલમાં શિખર ધવનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ધવને ૨૯ બોલમાં ૨૧ રન કર્યા હતા.
જ્યારે ભારતને પહેલી જ ઓવરમાં ઝાટકો લાગ્યો હતો. ઓપનર બેસ્ટમેન રોહિત શર્મા પહેલી જ ઓવરમાં શૂન્ય રને આઉટ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY