જાહેર સાહસો ખાનગી હાથોમાં વેચવાથી કોને લાભ…..?

0
5

ભારતમાં અંગ્રેજો વ્યાપાર કરવા આવ્યા અને દેશમાના રાજ્યોની પરિસ્થિતિ જોઈને પોતાના વેપારનું બજાર વિસ્તારવા સાથે વસ્તુ સામે સ્થાનિક સ્થાનિક અસ્ક્યામતો-મિલકતો ગીરે રાખવાનું શરૂ કરી પોતાના પગદંડો જમાવીને ભારતને પોતાના કબજામાં કરી લઈને ૨૦૦ વર્ષ સુધી ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યો હતો. આ ગુલામીમાંથી મુક્તિ મેળવવા ભારતના અનેક નામી-અનામી વીરોએ બલિદાન આપવા પડયા હતા. ત્યાર બાદ ભારત ગુલામીની ઝંઝીરોમાંથી મુકત થયો હતો. આઝાદ થયા બાદ દેશના વિકાસ કામો માટે લોકોએ સ્વહસ્તે ઈમાનદારીથી પોતાના કર-ટેક્ષ વગેરે ભરપાઈ કરતા રહ્યા. અને તે સમયની સરકારે દેશમાં એક પછી એક વિકાસના કામો હાથ ધરી આમ પ્રજાને મોટી રાહતો પહોંચાડવા સાથે સવલતો આપી હતી. તે સાથે સરકારે વિશ્વ સાથે કદમ મિલાવવા વિવિધ જાહેર સાહસો ઊભા કરીને દેશના શિક્ષિત અર્ધશિક્ષિત યુવાધનને નોકરી આપીને કરોડો પરિવારો ને જીવન નિર્વાહ વેતન આપતું રહ્યું છે. દરમિયાન ૧૯૭૦ પછી રાજકીય ચંચુપાતની શરૂઆત થઈ અને ધીરી ગતિએ કેટલાક જાહેર સાહસોમા ખોટની શરૂઆત થઇ. આ બધું છતાં જાહેર સાહસોએ પોતાના વિકાસને અટકવા દીધો ન હતો અને પોતાની અસ્કયામતોમા વધારોજ કરતા રહ્યા હતા. તે પણ હકીકત છે. દેશના આ જાહેર સાહસો પૈકી કેટલાકને નવ રત્ન કે મહારત્ન એવોર્ડ વિવિધ કાર્યો માટે મળેલા છે. અને હવે આજની ભારત સરકાર જાહેર સાહસો પૈકીના મોટાભાગના સાહસો વેચવા કાઢયા છે. ટૂંકમાં ખાનગી હાથોમાં વેચી દેશે. એટલે કે દેશના લોકોના પૈસે ઉભા કરવામા આવેલા જાહેર સાહસો ઉપર આમ પ્રજાનો-સરકારનો કોઈ હક્ક- અધિકાર રહેશે નહીં. તે સાથે શિક્ષિતો માટે સરકારી નોકરીઓ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે. જે સત્ય હકીકત છે…. મતલબ અંગ્રેજોએ જે રીતે દેશને ગુલામ બનાવ્યો હતો તે તરફ દેશ જઈ રહ્યો છે…..!
કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીના નાણા આપતી નથી જેથી રાજ્યોના વિકાસના કામો પર તેનો ઓછાયો પડયો છે. તો રાજયોના કેન્દ્ર પાસેના જીએસટીના બાકી નાણા નહી ચુકવવાના પરિણામે ૭ રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં રાવ નાંખી છે. ટૂંકમાં કેન્દ્ર સરકાર નાણાને લઈને ભીસમાં આવી ગઈ છે…..! પરિણામે નાણા મેળવવા કેન્દ્ર સરકારે કોઈપણ જાતની દૂરદર્શિતા વિચાર્યા વગર મ્ઁઝ્રન્ સહિત ૩૩ જાહેર સાહસોનો હિસ્સો વેચવા બજારમા મુક્યો છે.જે અવિચારી પગલુ છે. સરકારે એક પછી એક જે કોઈ પગલા લીધા તેમાં કંઈ પણ વિચાર્યા વગર પગલા લીધા હોય તેવું લાગે છે….! નહીં તો રિઝર્વ બેંકમાં રાખવામા આવેલ ૩૭૬ ટન સોનુ વેચવુ ન પડયું હોત, રિઝર્વ બેંક માં કટોકટી માટે રાખી મૂકવામાં આવતા રૂપિયા ૧.૭૬ લાખ કરોડ નાણાં ઉપાડી લીધા ન હોત… હવે દેશમાં એવી સ્થિતિ પેદા થવા લાગી છે કે ભવિષ્યે શિક્ષિત યુવાધન માટે સરકારમાં કોઇ સ્થાન નહીં હોય- નોકરીઓ નહીં હોય. કારણ જાહેર સાહસો ખાનગી હાથમાં સોંપી દેવા સરકારે તૈયારી કરી લીધી છે. સરકાર પોતાની જવાબદારીઓમાથી મુક્ત થઈ જવા માગે છે… જે સ્પષ્ટ છે….!
દેશમાં જે જાહેર સાહસોને-કંપનીઓને મહારત્ન એવોર્ડ કે નવ રત્ન એવોર્ડ મળેલ તેમા ઓએનજીસી, કોલ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, એનટીપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, એનએમડીસી, આરઈસી, કન્ટેનર કોર્પોરેશન, એનબીસીસી,એચપીસીએલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, મહાનદી કોલ ફિલ્ડ લિમિટેડ,એફસૅઆઈ અરવલ્લી જીપ્સન એન્ડ મિનરલ્સ ઇન્ડિયા લિમિટેડ, એડસીઆઈએલ (ભારત) લિમિટેડ, મેગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ લિમિટેડ સહિતનાનો સમાવેશ થાય છે. ત્યારે સરકારે જાહેર સાહસો પ્રજાના હાથમાં રહે તે માટે તેની સંચાલન સમિતિઓમાં કે મેનેજમેન્ટમાં બદલાવ કરવાની જરૂર હતી. આ મેનેજમેન્ટમાં તજગ્નો- અનુભવીઓને મુકવા સાથે નુકસાની કરનાર કે તેવા પગલાં ભરનારાઓ સામે આકરામા આકરા પગલાં લેવાની પણ જરૂર હતી. તો આ જાહેર સાહસો નફો કરતા થઇ જાત… પરંતુ આ માટે કેન્દ્ર સરકારની રાજકીય ઇચ્છાશક્તિ જરૂરી છે. ભારતમાં અમેરિકી નીતિ ચાલે તેમ નથી તે બાબત સરકારે નોટ બંધી કર્યા બાદ દેશમાં જે પરિસ્થિતિ પેદા થઇ તેને સમજવાની જરૂર હતી. તો જીડીપી દર વધારવા માટેના જે પગલાં મોટા ઉદ્યોગો- બજારોને રાહત આપવી, હ લોન માફી આપવી, લોન આપવી સહિતના રાહતો આપવાના લીધેલ પગલાના જે નિષ્ફળતાના પરિણામો મળ્યા તેમા જીડીપી વધવાને બદલે ઘટયો,ફુગાવો વધી ગયો, મોંઘવારી વધી ગઈ, બેરોજગારી વધી તેના માટે યોગ્ય વિચાર કરી પગલા ભરવાની જરૂર હતી. બાકી જાહેર સાહસો વેચવાથી સરકારને આંશિક રાહત જરૂર મળશે પરંતુ કાયમી શાંતિ નહી મળે…..! ટૂંકમાં કેન્દ્ર સરકારનું જાહેર સાહસો વેચવાનુ પગલુ ભવિષ્યે દેશને નુકસાન કરનાર સાબિત થશે….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY