મુંબઈ,તા.૪
હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂત અને શ્રીલંકન બ્યૂટી જેક્લીન ફરનાન્ડીસને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ડ્રાઇવની રિલિઝ ડેટ ગુરુવારે જાહેર કરવામાં આવી હતી. ડાયરેક્ટર તરુણ મનસુખાનીની આ મહ¥વાકાંક્ષી ફિલ્મ જૂનની ૨૮મીએ રજૂ થશે એવી જાહેરાત ટ્વીટર એક નાનકડી વિડિયો ક્લીપ સાથે રજૂ કરાઇ હતી.
વિડિયો ક્લીપમાં બે કાર કેમેરા તરફ ધસી આવતી દેખાય છે અને પછી ફિલ્મનું ટાઇટલ રજૂ થાય છે. કરણ જાહરના ધર્મા પ્રોડક્શન્સ અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોના સહિયારા સર્જન સમી આ ફિલ્મ ૨૦૧૧માં આ જ નામે રજૂ થયેલી અને હિટ નીવડેલી હોલિવૂડની ફિલ્મની હિન્દી રિમેક છે. હોલિવૂડની ફિલ્મમાં ર્યાન ગોસ્લિંગ હીરો તરીકે ચમકિયો હતો. ટ્વીટર પર ફિલ્મની રિલિઝ ડેટ જાહેર કરતા સંદેશામાં કરણ જાહરે લખ્યું હતું કે આપણે જૂનની ૨૮મીએ થિયેટરોમાં મળીશું.
અગાઉ સુશાંત અને જેક્લીને ઇઝરાયેલમાં થયેલા શૂટિંગના ફોટોગ્રાફ્સ પણ સોશ્યલ મિડિયા પર શૅંર કર્યા હતા. ૨૦૧૮માં સુશાંતની માત્ર એક ફિલ્મ કેદારનાથ રજૂ થઇ હતી. પરંતુ આ વરસે એની ત્રણ ચાર ફિલ્મો રજૂ થવાની છે જેમાં ડ્રાઇવ ઉપરાંત ચંબલની કોતરોમાં વસતા ડાકુઓની કથા ધરાવતી સોન ચિડિયા, નવોદિત અભિનેત્રી સંજના સાંઘી સાતે કીઝી ઔર મેની તેમજ શ્રદ્ધા કપૂર સાથે છિછોરે રજૂ થવાની છે. સ્વાભાવિક રીતેજ એ ઉત્તેજિત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




