ત્રીજી મે એટલે મીડિયા જગત માટે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. કે જેને પત્રકારો ભારે ઉમળકાભેર આવકારે છે. જાકે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસે નથી કોઈ ફટાકડા ફોડતા કેમ નથી આતશબાજી કરતા કે નથી રોશનીનો ઝગમાહટ કરતા પરંતુ પત્રકારો નક્કી કરેલ સ્થળે બેઠક યોજે છે જ્યાં માત્ર ને માત્ર એકતાના દર્શન થાય છે. અને બેઠકમા સિનિયર કે વરિષ્ઠ તેમજ તર્જિન પત્રકારો પત્રકારિતા અંગે ચર્ચા કરે છે. પ્રજાને વફાદાર રહીને જનહિતના સમાચારો પ્રસિદ્ધ કરવા તેમજ સત્તાધારી કોઈ પણ હોય પણ તેમની સરકારે કરેલ કાર્યો કે નિર્ણયોના લેખાજાખા કરી સત્ય બાબતો તારવી તેને શબ્દ દેહ આપવો જે કારણે લોકો જાગૃત થાય. જે તે ઘટના કે કાર્યો અંગે માહિતગાર રહે તે જોવાનું કાર્ય મીડિયા ક્ષેત્રને વરેલાઓનુ છે. આમ છતા અત્યારે મીડિયા ક્ષેત્રમાં પણ ખોખલાપણું આવી ગયું છે અને તેને લોકો પણ સમજવા લાગ્યા છે. પરિણામે જાગ્રત અને સમજું નાગરિકો નિષ્પક્ષ સમાચારો ઉપર જ ધ્યાન આપીને જુએ છે. બાકી એકના એક તરફ થી સમાચારો તરફ ધ્યાન આપતા નથી કે જાવાનું બંધ કરેલ છે જે તદ્દન સત્ય હકીકત છે.
ત્રીજી મે વિશ્વ પત્રકાર દિવસ નિમેત્તે સૌ કોઈ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….. લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા, ચોથી જાગીરના આધાર સ્તંભ પત્રકારોની જીંદગી પણ અજીબો ગરીબ છે. લોકો માટે સતત લડતો રહેતો લોકોને ન્યાય મળે કે તેમના પ્રશ્નોનો નિકાલ થાય તે માટે કંઈક ભટકી રાત દિવસ કે સમય જાયા વગર સમાચારો એકઠા કરી આમ પ્રજાને જાણ થાય તે માટે પ્રસિદ્ધ કરવા શબ્દદેહ રૂપે સમાચારો બનાવતો પત્રકાર એટલે કે નહિ ઘરનો નહિ ઘાટનો છતાંય સવાર થતાં દુનિયાને સાચી ખબર મળી રહે એટલે ઉત્સાહ ભેર ઘરથી બહાર નીકળી પડતો પત્રકાર કે જે કલમના સહારે સંબંધિત તંત્રને દોડતા કરનાર સાહસિક, નીડર અને નિષ્પક્ષ પત્રકાર બીજાને લોકોને ન્યાય માટે હરહંમેશ દોડતો રહે છે.
ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતના બંધારણમાં અનુચ્છેદ ૧૯ મા ભારતીયોને આપવામાં આવેલા અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારથી સુનિશ્ચિત હોય છે. વિશ્વ કક્ષાએ પ્રેસની આઝાદીને સન્માન આપવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા દ્વારા ત્રીજી મે ના દિવસે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવેલ છે. ૧૯૯૭ થી દરેક વર્ષે ૩જી મેના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગીલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. જાકે ભારતમાં કોઈ પણ પત્રકાર ને આ પુરસ્કાર મળ્યો નથી એ પણ હકીકત છે. છતાંય સાચા મનથી લોકશાહીને વહેલો પ્રજાને વફાદાર પત્રકાર નીડરતાથી સંઘર્ષ કરતો રહ્યો છે. જમાનો ઘણો આગળ વધ્યો છે પરંતુ પત્રકારની સ્થિતિ આજેય પણ વિકટ બની રહી છે, અરે આ તો ઠીક પત્રકારો માટે કોઈ વિશેષ કાયદા નથી કે નથી તેને પેન્શન મળતું કે નથી તેને સુરક્ષા મળતી તેને માટે કોઈજ સરક્ષા નીતિ નથી કે નથી સરકારી લાભો મળતા. છતાય પત્રકાર જાનના જોખમે ગમે તેવી પરિસ્થિતિમાં સમાચાર મેળવવા નીકળી પડે છે ત્યારે આવા પત્રકારોને હૃદય પૂર્વક અભિનંદન.
અત્રે એ નોંધવું રહ્યું કે મીડિયા જગતમાં પણ કેટલાક સ્વાર્થીઓ કે તકવાદી પ્રવેશી ગયા છે કે જેને પૈસા સાથે લેવાદેવા છે. પોતાના પત્રકાર કે કર્મચારીઓની કાંઈ પડી નથી. છતાં પેટ કરાવે વેઠ એમ નોકરી કરે છે પણ બધે આ પ્રકારનું નથી એ પણ હકીકત છે. હવે તો કેટલાક સમયથી પત્રકારો ઉપર હુમલા પણ શરૂ થઇ ગયા છે ક્્યાંક તો પત્રકારે જીંદગી પણ ગુમાવી છે પણ સરકારને તેની કાઈ પડી જ નથી તે પણ સત્ય હકીકત છે. ભારતભરમાં લગભગ ૧૦ જેટલા નિષ્ઠાવાન પત્રકારોની હત્યા કરવામાં આવી છે. અને વિશ્વમાં પ્રેસ સ્વતંત્રતામાં ભારત ૧૨૪ માં ક્રમે આવી ગયું છે. એક વ્યક્તિને ઝીરોમાંથી હીરો બનાવે, રાજકીય ક્ષેત્રે નામના અપાવે તેવા પત્રકારો માટે ભારત સરકાર તેમજ કેટલાંક રાજ્યોની સરકારો પત્રકારોને સુરક્ષા આપવામાં કે કોઇ પણ પ્રકારનો લાભ આપવામાં તદ્દન નિર્દય બની રહી છે તે પણ એક હકીકત છે….
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદમાં દોઢેક માસ પહેલા એક પત્રકાર ની હત્યા થઈ પણ પરિણામ કશું જ નહીં….! અને પ્રેસ ફ્રિડમના આગળના બે દિવસમાં બે મહત્વની ઘટના બની જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક ટીવી પત્રકાર પર રૂ ૫૧ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો. જ્યારે બીજી ઘટનામાં ખેડૂતોના ખેતરનું શૂટિંગ કરતા પત્રકારને રિલાયન્સ કંપનીએ અટકાવી દીધા અને શૂટિંગ બંધ કરાવી દીધું તેમજ ગેરવર્તન પણ કર્યું. જ્યારે ગુજરાત સરકારના માહિતી ખાતાએ પણ સેંકડો નીતિવાન અને રેગ્યુલર પ્રસિદ્ધ થતાં પ્રકાશનોની જાહેરખબરો બંધ કરી તેમજ પત્રકારોના એક્રેડિટેશન કાર્ડ પણ અટકાવી દીધા અને આ રીતે પત્રકાર જગતને ઘોટવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આજની ભારતની લોકશાહીને શું કહીશું…? છતાંય પ્રેસ ફ્રિડમ ડે પર પત્રકાર મિત્રોને અંતઃકરણથી શુભેચ્છા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





