મુંબઈ,તા.૨૮
ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાની બધાઇ હો ફિલ્મે વિદેશમાં પણ ધૂમ મચાવી હોવાની જાણકારી મળી હતી. વિદેશી બોક્સ આૅફિસમાં પણ આ ફિલ્મે સારી કમાણી નોંધાવી હતી.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે સોશ્યલ મિડિયા પર આ માહિતી મૂકતાં બધાઇ હોના સર્જકોને અભિનંદન આપ્યા હતા. ઇવન મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ ફિલ્મ સર્જકને સ્વહસ્તે પત્ર લખીને મુબારકબાદી આપી હતી.
યોગાનુયોગે આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને આમિર ખાનને પહેલીવાર સાથે ચમકાવતી યશ રાજની ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાનની સાથે રજૂ થઇ હતી એટલે સમીક્ષકો માનતા હતા કે ઠગ્સ આૅફ હિન્દુસ્તાન આ ફિલ્મની આવકને હંફાવશે. પરંતુ બન્યું ઊલટું. ઠગ્સ આૅફ હિન્દુસ્તાન ફ્લોપ નીવડી અને સાવ નાનકડા બજેટ સાથે અને ઓછા જાણીતા કલાકારો સાથે રજૂ થયેલી બધાઇ હો ફિલ્મ હિટ નીવડી.
તરણ આદર્શે લખ્યું હતું કે આ ફિલ્મે અમેરિકા અને કેનેડામાં ત્રણ મિલિયન અમેરિકી ડાલર્સો અને ઓસ્ટ્રેલિયામાં સાત લાખ ડાલર્સનો બિઝનેસ નોંધાવ્યો હતો. ૨૦૧૮માં ટોચના સ્ટાર્સની રજૂ થયેલી ફિલ્મો કરતાં આ ફિલ્મની વિદેશોમાંની આવક વધી જાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






