આજે ૧૨મી રેલ્વે રેક દ્વારા વધુ ૪.૨૫ લાખ કીલો ઘાસ કચ્છ આવી પહોંચ્યું
કચ્છમાં ૩.૧૧ કરોડ કીલો ઘાસચારાનું વિતરણ કરી દેવાયું ગૌશાળા-પાંજરાપોળોને રૂ. ૩.૫૪ કરોડ સબસીડી ચૂકવાઇ
ભુજ : કચ્છની અછતની પરિસ્થિતિમાં પશુધન માટે વલસાડથી રેલ્વે રેક દ્વારા કચ્છમાં સતત વિપુલ પ્રમાણમાં ઘાસચારો ઠલવાઇ રહ્યો છે. રાજય સરકાર દ્વારા કચ્છના વિશાળ પશુધનને ઘાસચારો અને પાણીની કોઇ પ્રકારે તકલીફ ઊભી ન થાય તે માટે સતત ચિંતા સેવીને આયોજનબધ્ધ કામગીરી હાથ ધરાઇ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના તે દિશામાં સતત પ્રયાસોના પરિણામે આજે ૧૨મી રેલ્વે રેક દ્વારા વધુ ૪.૨૫ લાખ કીલો ઘાસ કચ્છ આવી પહોંચ્યું છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છમાં ઘાસચારાની પરિસ્થિતિ અંગે આજે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વલસાડથી અત્યાર સુધીમાં રેલ્વે રેક દ્વારા જ ૪૨.૫૯ લાખ કીલો ઘાસ-ડાંગર પરાળનો જથ્થો કચ્છમાં લાવવામાં આવ્યો છે.ઉપરાંત વલસાડથી ટ્રકોના પરિવહન મારફતે પણ ઘાસનો અવિરત જથ્થો હાંસલ થઇ રહ્યો છે. વલસાડથી રસ્તા માર્ગે ૪૧.૮૭ લાખ કીલો ઘાસ કચ્છમાં લવાતાં રેલ્વે રેક અને ટ્રક પરિવહન દ્વારા વલસાડથી જ ૮૪.૪૬ લાખ કીલો ઘાસ-ડાંગર પરાળનો જથ્થો કચ્છમાં પરિવહન થઇ ચૂકયો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૩.૭૨ કરોડ કીલો ઘાસ કચ્છને ફાળવાયું છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી વન વિભાગ દ્વારા ફાળવાયેલ જથ્થામાંથી ૧.૮૮ કરોડ કીલોગ્રામ કુલ ઉપાડ સાથે આજ સુધીમાં ૩.૧૧ કરોડ કીલો ઘાસચારાનું કચ્છમાં વિતરણ કરી દેવાયું છે.આ ઉપરાંત કચ્છની ગૌશાળા-પાંજરાપોળોને ૩૮.૪૦ લાખ કીલો ઘાસનું વિતરણ કરાયું છે. સાથો-સાથ ૧લી ઓકટોબર, ૨૦૧૮થી ઢોરદીઠ રૂ. ૨૫/- પ્રતિદિન લેખે સબસીડી ચૂકવવાના રાજય સરકારના નિર્ણય અનુસાર કચ્છની ગૌશાળા-પાંજરાપોળોને રૂ. ૩.૫૪ કરોડ સબસીડી પણ ચૂકવી દેવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







