3 કલાકની જહેમત બાદ પલટી મારેલી ટ્રકમા ફસાયેલા ચાલકને બે ક્રેનની મદદથી બહાર કઢાયો.
રાજપીપળા :રાજપીપળાની વિરપોર ચોકડી પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં મહારાષ્ટ્રના પહુર ગામેથી નીકળેલી ટ્રક નંબર MH-19-Z-6830માં ચાલક દિલીપ.જે.હુડેકર(જિલ્લો-બુલડાના,તા-મોતાળા,ગામ-ધામનગાઉ બઢે)કંડકટર ઇશાક ઉર્ફે બુડણ અજિત ઉર્ફે અજજુ શેખને લઈને કપાસ ભરી ગુજરાતના કડી કલોલ ગામે જઈ રહ્યો હતો.દરમિયાન નેત્રંગ તરફથી પસાર થતી રાજપીપળાની વિરપોર ચોકડી પાસે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એમની ટ્રક પલટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં ચાલક અને કંડકટર ટ્રક નીચે દબાઈ ગયા હતા જેમાં કંડકટર ઇશાક ઉર્ફે બુડણ અજિત ઉર્ફે અજજુ શેખનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે ચાલકને લગભગ 3 કલાકની જહેમત બાદ જેમ તેમ કરીને 2 ક્રેનની મદદથી બહાર કાઢયા બાદ 108 ઇમરજન્સી વાન દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો.આમલેથા પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




