બાળકનું અપહરણ કરીને તેનું માંસ ખાવાની શંકામાં છ લોકો પર હુમલો

0
54

ન્યુ દિલ્હી,તા.૨૩
રાજધાનીમાં એક બાળકનું અપહરણ કરીને તેને ખાવાની આશંકામાં ગુરુવાર રાત્રે ઉગ્ર ભીડે ૬ આફ્રિકન નાગરિકો પર હુમલો કર્યો. ત્યારબાદ માંડમાંડ પોલીસે ઉગ્ર ભીડની સકંજામાંથી ૬ આફ્રિકન મૂળના નાગરિકોને છોડાવ્યા. મૂળે, દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક આફ્રિકન મૂળના નાગરિક પર ૧૬ વર્ષીય બાળકનું પહેલા અપહરણ કરવા અને બાદમાં તેની ખાવાનો આરોપ લાગ્યો છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે તેમને ગુરુવાર સાંજે લગભગ ૭ વાગ્યે દ્વારકાના કકરૌલા ગામથી આ ઘટનાને લઈને એક ફોન આવ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો જાયું કે ઘરની બહાર ૨૦૦થી વધુ સ્થાનિક લોકો એકત્ર થયા છે.
મળતી માહિતી મુજબ, શુક્રવાર રાત્રે અફવા ફેલાઈ કે કેટલાક વિદેશી નાગરિક ઘરમાં માણસનું માંસ ખાઈ રહ્યા છે. આ અફવા આગની જેમ ફેલાઈ ગઈ. જાતજાતામાં અનેક લોકોની ભીડ વિદેશી નાગરિકોના ઘરની બહાર એકત્ર થઈ ગ. ભીડે ઘરમાં હાજર લોકોને પહેલા બહાર કાઢ્યા, પછી તેમની સાથે મારપીટ કરી. આ ઘટનામાં ચાર તંજાનિયન મહિલાઓ અને બે નાઇજીરિયન પુરુષ ઘાયલ થયા છે.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આ ઘટનાના થોડા સમય પહેલાં જ એક પરિવારે પોતાના બાળકનું અપહરણ થયું હોવાનો ફરિયાદ નોંધાવી હતી. લોકોએ તેની આશંકામાં વિદેશી નાગરિકો સાથે મારઝૂડ કરી. પોલીસે મામલો નોંધીને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
આ ઘટના સામે આવ્યા બાદ રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં આફ્રિકન મૂળના નાગરિકો પર હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે. આફ્રિકન મૂળના નાગરિક દ્વારા અપહરણ કરવા અને તેની હત્યા કરી તેના ખાવાના શકમાં રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં આફ્રિકન લોકો પર હુમલા થઈ રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY