મુંબઈ,તા.૧૪
આગેવાન અભિનેત્રી સોનમ કપૂરે કહ્યુ હતું કે મેં મનોમન ઘણા સહકલાકારની હત્યા કરી નાખી હતી. કેટલાક કલાકારોને ધિક્કાર્યા હતા. ‘હા મેં ઘણા સહકલાકારોની મનોમન હત્યા કરી હતી. હું એ લોકોનાં નામ પણ આપી શકું એમ છું કારણ કે એ બધા મારા મિત્રો છે. દાખલા તરીકે શાહિદ કપૂર અને આયુષમાન ખુરાના. આ બંને લાંબા સમય સુધી વાળ ઓળ્યા કરે છે. એ લોકો માથામાં કાંસકો ફેરવવામાં ઘણો સમય વેડફી નાખે છે.. એટલે હું ગુસ્સે થઇ જાઉં છું’ એમ સોનમ કપૂરે કહ્યુ હતું.
સિનિયર અભિનેત્રી સીમી ગરેવાલ અને કાફી વીથ કરણ પછી નેહા ધૂપિયા ચેટ શો કરતી થઇ ગઇ. હવે કાકટેલ ફેમ ફિલ્મ સર્જક હોમી અડજાણિયાની પત્ની ફૅશન ડિઝાઇનર અનૈતા અડજાણિયાએ પણ ચેટ શો શરૃ કર્યો છે.
ફીટ અપ વીથ ધ સ્ટાર્સ નામના આ ચેટ શોમાં હાજર થઇને સોનમે કેટલાક રસપ્રદ જવાબો આપ્યા હતા જે સામાન્ય સંજાગોમાં આપતાં કોઇ નબકૂગવિચાર કરે. જા કે સોનમ આખાબોલી ગણાય છે અને પોતાના મનમાં હોય એ નિઃસંકોચ બોલી નાખે છે.
આ જ ચેટ શોમાં એણ પોતાના પતિ આનંદ આહુજાને ક્રેઝી (ઘેલો કે દિવાનો ) ગણાવ્યો હતો અને પોતાના બેડરૃમની મોજ વિશેના સવાલનો પણ બેધડક જવાબ આપ્યો હતો. તારી દ્રિષ્ટિએ ટ્રબલ મેકર કોણ છે એ સવાલના જવાબમાં એણે જરાય સંકોચ રાખ્યા વિના કંગના રનૌતનું નામ લીધું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



