ચેન્નાઈ,તા.૭
રામ ચરણ અને જૂનિયર એનટીઆર અભિનીત એસ.એસ.રાજામૌલીની ‘આરઆરઆર’ ભારતીય સિનેમાનો સૌથી બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટમાંથી એક છે. આ ફિલ્મ ૧૦થી વધુ ભાષાઓમાં દુનિયાભરમાં ૩૦ જુલાઇ ૨૦૨૦માં મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે.
ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ ચૂક્યું છે અને ત્યારથી રાજામૌલી પોતાની ટીમ સાથે વિભિન્ન સ્થળો પર ફિલ્મના શૂટિંગને અંજામ આપી રહ્યા છે. શૂટિંગના ત્રણ શેડ્યૂલ ખતમ કર્યા બાદ, ટીમ હવે વિશાળકાય એક્શન સીકવેંસ માટે તૈયાર છે. હજારો ફાઇટર્સ સાથે ૬ મહિના સુધી પ્રી-વિજુઅલાઇજેશન અને ટ્રેનિંગ બાદ, નિર્દેશક હવે અંતિમ એક્શન સીકવેંસના આગાજ માટે તૈયાર છે. આ દમદાર એક્શન સીકવેંસને ૨ મહિનાના સિંગલ શેડ્યૂલમાં શૂટ કરવામાં આવશે. જેવી આશા હતી, આ સીકવેંસ ફિલ્મની ઘણી હાઇલાઇટ્સમાંથી એક છે જેમાં ફિલ્મના બંને મુખ્ય અભિનેતા ૨૦૦૦ ફાઇટર્સ વચ્ચે એક્શન સીકવેંસને અંજામ આપતાં જાવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




