૧ વર્ષ માટે જમા રકમ પર સાત ટકા અને વરિષ્ઠ નાગરિકોને ૭.૫ ટકા વ્યાજ આપશે
ન્યુ દિલ્હી,તા.૨૬
ગ્રાહકોના રૂપિયા જમા કરાવવા માટે એચડીએફસી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર ૧૦૦ બેસિસ પોઈન્ટ્સ (૧ ટકા) સુધી વધારવામાં આવ્યો છે. હવે એચડીએફસી બેંક ગ્રાહકોને ૧ વર્ષ માટે જમા રકમ પર ૭% અને વરિષ્ઠ નાગરીકોને ૭.૫% વ્યાજ આપશે. ૧ કરોડ રૂપિયાથી વધારે રકમ જમા કરાવશો તો આનાથી પણ વધારે રીટર્ન મળશે.
એચડીએફસી બેંકમાં અત્યારે ગ્રાહકોના ૭.૯ લાખ કરોડ રૂપિયા જમા છે. આ રકમ દેશની બધી બેંકોમાં જમા ધનની ૭% છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (જીમ્ૈં)એ ફેબ્રુઆરીમાં જમા રકમના વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સ (૦.૫. ટકા)ની વૃદ્ધિ કરી હતી.
હવે બીજા બેંકો દ્વારા પણ વ્યાજ દરમાં વધારો થાય તેવી આશા જણાવાય છે. આવું આ માટે થાય છે કારણે કે દેવું વધવાના પ્રમાણે જમા રકમ ખુબ ઓછી જાવા મળે છે.
ઇમ્ૈં તરફથી રજુ કરાયેલા આંકડા અનુસાર, ૩૦ માર્ચ ૨૦૧૮એ બેન્કોમાં કુલ ૧૧૫ લાખ કરોડ રૂપિયા જમા હતા. હમ રકમમાં વૃદ્ધિના સદર્ભમાં ફક્ત ૬.૭% રહ્યા જ્યારે ગત નાણા વર્ષમાં આ આંકડો ૧૫.૩% હતો.
આ દરમિયાન બેંકોએ ૧૦.૩%ની વૃદ્ધિ સાથે કુલ ૮૭ લાખ કરોડ રૂપિયાનું દેવું આપ્યું છે. ધ્યાન રાખજા કે ગત નાણાકીય વર્ષમાં ધિરાણ દરમાં ૮.૨%નો વધારો થયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"