નોકરી આપવાની લાલચ આપી કોર્પોરેશનના કર્મચારીએ છેતરપિંડી કરતા ફરિયાદ

0
234

કોલ લેટર આપવાના બહાને પ્રદિપે ૫૦૦૦ રૂપિયાની ઉઘરાણી પણ કરી
સુરત,તા.૧૪
સુરત મહાનગરપાલિકાના એક કર્મચારી દ્વારા નોકરી વાંચ્છુક લોકોને નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. મહાનગર પાલિકાના આસીટન્ટ કમિશ્નર દ્વારા કર્મચારી વિરૂદ્ધ સુરત લાલગેટ પોલીસ સ્ટેશનનમાં ગુનો નોધાવવામાં આવતા સમગ્ર મામલે સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સુરત મહાનગર પાલિકાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા પ્રદિપ કંથિરિયા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ કર્મચારી સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા ઇચ્છુક લોકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહીં કેટલાક યુવકોને આરોપી પ્રદિપે બોગસ કોલ લેટર પણ પધરાવી દીધા હતા. આ કોલ લેટર આપવાના બહાને પ્રદિપ ૫૦૦૦ રૂપિયાની ઉઘરાણી પણ કરતો હતો. જો કે આ સમગ્ર મામલો બહાર આવતાની સાથે પાલિકા દ્વારા તાત્કાલિક પણે આ કર્મચારી પ્રદિપ કંથિરિયાને સસ્પેન્ડ કરી દઇ તેની સામે પોલીસ ચોપડે ફરિયાદ નોધાવી દેવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું કે સ્મીમેર ખાતે ડિપાર્ટમેન્ટલ પરીક્ષા હતી જ્યાં વૈશાલીબેન દ્વારા પ્રદિપ દ્વારા છેતરપિંડી કર્યાની ફરિયાદ લખાવવામાં આવી હતી. ફરિયાદ બાદ અમે તાત્કાલિક પ્રદિપને સસ્પેન્ડ કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY