અંકલેશ્વર શહેર ખાતે ICICI બેંકમાં થયેલ ચકચારી ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.

0
1348

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ અંકલેશ્વર શહેર ખાતે ICICI બેંકમાં થયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સેપક્ટર સુનીલ તરડેને માર્ગદર્શન અને સુચના આપેલ હતું 

આ બનાવ શોધી કાઢવા માટે ભરૂચ એલ.સી.બી.એ CCTV ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ માટે અલગ અલગ ટીમો બનાવેલ અને CCTV ફુટેજની ક્લીપ પોલીસના સોશ્યલ ગ્રૂપોમાં શેર કરેલ તે દરમ્યાન આર.આર.સેલ રાજકોટની ટીમ મારફતે CCTV ફુટેજમાં દેખાતો શંકાસ્પદ ઇસમ ધોરાજીના ફરેણી ગામનો હોવાનુ જાણાય આવેલ જેથી પો.સબ.ઇન્સ.કે.જે.ઘડુંક પોતાની સાથે ટીમ તાત્કાલીક રાજકોટના ફરેણી ગામે રવાના થયેલ અને તપાસ કરતા ફુટેજમાં દેખાતો શંકાસ્પદ ઇસમ જોવામા આવતા તેને ભરૂચ ખાતે લઇ આવી તેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા આ ગુનો તેણે કરેલ હોવાનુ કબુલાત કરેલ.

આરોપીએ પોતાનું નામ અમીતભાઈ ગોપાલભાઈ ભેસાણીયા રહે. મુળ ફરેની ગામ, મેઈન બજાર પોષ્ટ ઓફીસ પાસે, તા- ધોરાજી, જી- રાજકોટ, હાલ રહે- ધાટલોડીયા, જોગાણી માતાની ચાલ, ચાણક્યપુરી નજીક, પ્રભાતચોક, અમદાવાદ, કાંન્તીભાઈના મકાનમાં ભાડેથી રહેતો હોવાનું કબુલ્યું હતું.પોલીસ તપાસ માં
આ આરોપી ગુનો કર્યાના એકાદ અઠવાડીયા પહેલાથી દરરોજ અમદાવાદથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી અલગ અલગ બેંકોમા જઇ ફોન ઉપર વાત કરવાનો ઢોંગ કરી બેંકના કર્મચારીઓની હરકત ઉપર ધ્યાન રાખી નજર ચુકવી ચોરી કરવી એ નક્કી કરતો હતો જેની પાસે થીજપ્ત કરેલ મુદ્દામાલ

(૧) રોકડા રૂપિયા ૧૫,૨૪,૫૦૦/- (૨) સોનાના દાગીના કિ.રૂ. ૩,૨૫,૫૮૨/- (૩) સોની પાસે જમા કરાવેલ રૂ.૨૫,૦૦૦/- ના દસ્તાવેજો (૪) એક મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- (૫) એક મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/- આમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૮,૯૫,૦૮૨/- રિકવર થયેલ છે.

વધુ પૂછપરછ કરતા આ અરોપી બે વર્ષ પહેલા અમદાવાદ શહેર યુનિવર્સિટી પો.સ્ટેમાં લેપટોપ ચોરીમા પકડાયેલ તેમજ તેના કબ્જામાથી મળેલ બાઇક આજથી આશરે એક વર્ષ પહેલા સુરત શહેરમાંથી ચોરી કર્યાની કબુલાત કરેલ છે.
સદર ગુનાની તપાસમાં ભરૂચ એલ.સી.બી.પો.ઇન્સ. સુનીલ તરડે તથા પો.સબ.ઇન્સ. કે.જે.ધડુક, પો.સબ.ઇન્સ. વાય.જી.ગઢવી તેમની ટીમમાં હેડ કોન્ટેબલ ચંદ્દકાંતભાઇ, દિલીપભાઈ, ઉપેન્દ્રભાઇ, અનિલભાઇ, જયેન્દ્રભાઇ, અશોકભાઇ તથા કોન્ટેબલ મહેશભાઇ, મહીપાલસિંહ, શ્રીપાલસિંહ, નરેશભાઈ, રાજુભાઇ, વિપિનભાઇ, મલ્કેશભાઇ, મયુરભાઈ વિગેરે એ સાથે જોડાઈ તેઓ ધ્વારા આ તપાસ કરવામા આવેલ હતી

ધનંજય ઝવેરી ભરૂચ
9978406923

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY