કોહલી અવિશ્વસનીય ખેલાડી, હું તેની વિકેટ લેવા માગુ છું : ટામ કુરૈન

0
59

લંડન,તા.૩૦
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીના વખાણ કરનારા લોકોની સંખ્યા ઓછી નથી. પોતાની આક્રમક બેટિંગ અને શાનદારા કપ્તાનીને કારણે તેણે આખી દુનિયામાં ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. જ્યારે આ લાઇનમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટામ કુરૈન પણ સામેલ થઇ ગયો છે.
વિરાટના વખાણ કરતા ટામે તેને અવિશ્વસનીય ખેલાડી બતાવ્યો હતો અને સાથે જે એવી પણ આશા દાખવી હતી કે તે ભવિષ્યમાં ભારતીય કપ્તાન વિરાટની વિકેટ લેવા માગે છે. આઇસીસી ટી૨૦ વર્લ્ડકપની જાહેરાત થઇ ચૂકી છે અને આગામી વર્ષે ૧૮ ઓક્ટોબરથી આ વર્લ્ડકપ શરૂ થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧ નવેમ્બરે મેચ રમાશે.
જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં ટામે કોહલીના વખાણ કર્યા હતા અને આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વિરુદ્ધ મેચ રમીને વિરાટવી વિકેટ લેવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. ટામે જણાવ્યું હતું કે વિરાટ એક અવિશ્વસનીય ખેલાડી છે અને હું તેની વિકેટ લેવા માગુ છું.
વધુમાં ટામ જણાવે છે કે આૅસ્ટ્રાલિયામાં ટી૨૦ મેચ રમવી એક અદ્ભુત આનંદ છે અને અહીંના દર્શોકો પણ અસાધારણ છે અને આવી જગ્યાએ રમવું એક શાનદાર અનુભવ સાબીત થશે. ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન અહીં દર્શકોમાં ગજબનો ઉત્સાહ જાવા મળ્યો હતો. દુનિયાના સૌથી સારા ગ્રાઉન્ડ આૅસ્ટ્રાલિયામાં આવેલા છે. બિગ બેશ લીગમાં આૅસ્ટ્રેલિયામાં રમવાનો સારો અનુભવ રહ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY