
મુંબઈ,તા.૧૬
બોલીવુડની ક્વીન કંગના રનૌતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘મણિકર્ણકાઃ ધ ક્વીન આૅફ ઝાંસી’નાં પહેલા પોસ્ટરને રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનાં પ્રથમ પોસ્ટરમાં કંગનાનો લૂક ઘણો જ જબરદસ્ત છે. ઉલ્લેખનીય છે કે આજે ફિલ્મનાં ટીઝરને શેર કરવામાં આવશે. આ પહેલા મેકર્સ દ્વારા ફિલ્મનાં પ્રથમ પોસ્ટરને શેર કરવામાં આવ્યું છે. ફિલ્મનાં આ પોસ્ટરમાં કંગના રનૌત પોતાના દીકરાને પીઠ પર બાંધેલી, બ્રિટિશર્સ સાથે યુદ્ધ કરતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કંગનાની આ ફિલ્મને આ વર્ષે એપ્રિલમાં રીલીઝ કરવામાં આવવાની હતી, પરંતુ સમય પર પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂર્ણ ના થવાને કારણે ફિલ્મની રીલીઝ ડેટ પાછળ ખસેડવામાં આવી છે. ફિલ્મમાં કંગના રનૌત સિવાય અંકિતા લોખંડે, સોનૂ સૂદ, અતુલ કુલકર્ણી અને જિશુ સેનગુપ્તા જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.
આ ફિલ્મનું નિર્દેશન ક્રિશે કર્યું છે અને ફિલ્મની વાર્તા વિજેયેન્દ્ર દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા કંગના રનૌતે ઘોડેસવારી અને તલવારબાજી પણ શીખી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



