ન્યુ દિલ્હી,
તા.૧૦/૫/૨૦૧૮
ચીન સામે લડવા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે
આસામના દિબ્રુગઢને અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી જાડનારા દેશના સૌથી લાંબા માર્ગ અને રેલવે પુલનું નિર્માણકાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂરું થઇ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષના અંતમાં પુલનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતાઓ છે.
આ પુલને ચીન સાથે જાડાતી સીમાઓ પર રક્ષા શસ્ત્ર-સરંજામ મોકલવા માટે મહત્વનો માનવામાં આવે છે. બોગીબેલ પરિયોજનાના ચીફ એન્જનિયર મહેન્દ્રસિંહે જણાવ્યું કે આ વર્ષે જુલાઇ સુધીમાં ૪.૯૪ કિ.મી. લાંબા પુલનું નિર્માણ કાર્ય પૂરું થઇ જશે, પરંતુ તેના ઇલેક્ટ્રકલ અને સિગ્નલનું કામ પૂર્ણ કરવામાં બે માસનો સમય લાગશે.
અધિકારીઓએ જણાવ્યું કે બોગીબેલ પુલનું ઉદ્ઘાટન વર્ષના અંત સુધીમાં વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવે તેવી શક્્યતાઓ છે. એશિયાના બીજા સૌથી મોટા પુલમાં ટોપ પર ત્રણ લેનનો રસ્તો છે, તેની નીચે ડબલ રેલવે લાઇન છે.
આ પુલ બ્રહ્મપુત્રાના જળસ્તરથી ૩ર મીટરની ઊંચાઇ પર છે, તેને સ્વડન અને ડેન્માર્કને જાડનારા પુલની તર્જ પર બનાવાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર માટે આ પુલ પૂર્વોત્તરના વિકાસનું પ્રતીક છે અને ચીનની સીમા પર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


