જળ સંકટ નો ગેર-લાભ ઉઠાવતા ભૂ-માફિયાઓ…

0
34

જાણો ભૂગર્ભ જળનું ક્યાં અને કેવી રીતે નિકંદળ નીકળી રહ્યું છે..?

અંકલેશ્વર
તારીખ.28.04.19

નેશનલ હાઇવે પર  અને ભરૂચ જિલ્લા ની હદ વિસ્તાર ને અડીને આવેલ ધામરોડ ગામની ખેતી ની જગ્યા માં એક કિલોમીટર ની ત્રિજ્યા ના વિસ્તાર માં અંદાજે 100 થી વધુ પાણી ના ગેરકાયદેસર ના બોર કરવામાં આવ્યા છે અને હજુ વધુ બોર થતા નજરે જણાય છે. એક જ જગ્યાએ અનેકો બોર કરવામાં આવેલ છે .  વીજ કનેકશનો. જનરેટરો અને ડીઝલ એન્જિન ના ઉપયોગ થી આ પાણી કાઢી ટેન્કરો દ્વારા ઔદ્યોગિક એકમોમાં વપરાશ અર્થે ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ઔદ્યોગિક એકમો માં પાણી માંગણી ને સંતોષવા રોજ ના હજારો ટેન્કરો થી પાણી નો વેચાણ થાય છે . આટલા બધા મોટા પ્રમાણ માં ભૂગર્ભ જળ ના ગેરકાયદેસર ના પાણી ના  નિકાલ થી આસપાસ ના જળ સ્થળ નીચે ગયા છે. ગેરકાયદેસર  રીતે વીજ વપરાશ પણ થઈ રહ્યો છે. આમ દેખીતી રીતે આ ગેરકાયદેસર નો મોટો ગોરખધંધો રાજ્ય ના ધોરી માર્ગ પરજ થઈ રહ્યો છે જેની જાણ તંત્ર ને નથી અથવા તંત્ર ની  રેહમ નજર હેઠળ આ વેપલો ચાલી રહ્યો છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ  દ્વારા માંગણી કરવામાં આવે છે કે ખેતી ની જગ્યા માં આ ગેરકાયદેસર રીતે થતી વ્યાપારી કામગીરી અને  ભૂગર્ભ જળ ના થતા  દુરુપયોગ ને અટકાવવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે.જો આવી પ્રવૃતિઓ ને અંકુશ માં ના લેવામાં આવશે તો આવનારા દિવસો માં પર્યાવરણ ને આની વિપરીત અસરો પડશે.

*સલીમ પટેલ*
*પ્રકૃતિ સુરક્ષા મંડળ*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY